વેરાવળ માં કૃષ્ણ નગર ખડખડ મુકામે ને નવલી નવરાત્રી છઠ્ઠા નોરતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખેલ હતી તેમજ ક્રિષ્ના ગરબી મંડળ તથા સમસ્ત વેરાવળ ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ઉપરાંત શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ શ્રી જીતુભાઇ કુહાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર સંઘના પ્રતિનિધિઓનું પણ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ અને ગુજરાત મેરીટાયમ બોર્ડ ના પૂર્વ ડાયરેક્ટરશ્રી કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ(સોમનાથ)સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ કુહાડા, ઉપસ્થિત રહયા હતા.

વિશેષ મા જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ર્ડો. સંજયભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમત-ગમત સેલ ના સંયોજક વિમલભાઈ ફોફંડી, વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ મેસવારીયા, ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, મહામંત્રી જયેશભાઇ પંડીયા, મહમંત્રી મૌલિકભાઈ વ્યાસ, તથા ગીર સોમનાથ વેરાવળ ના તમામ હોદેદાર તથા કાર્યકર્તાભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક જિલ્લા સંઘચાલક શ્રી પ્રફુલભાઈ હરિયાણી, વેરાવળ નગર કાર્યવાય માર્કન્ડેયભાઈ પાલા, નગર – ઉપનગર ટીમ – રવિભાઈ ગુપ્તા, બિપીનભાઈ હરિયાણી, મૌલિકભાઈ પંડીયા, નિલકંઠભાઈ આગીયા નિરવભાઈ શાહ, સાગર ભાઈ રાવત, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ઉપપટેલ ગોપાલભાઈ આગિયા, તેમજ તમામ આગેવાનો શ્રીઓ, ભીડીયા ખારવા સમાજ ના પટેલ રતિલાલ ગોહેલ, ભીડીયા બોટ એસોસિઅન ના પ્રમુખ રમેશભાઈ ડાલકી, વેરાવળ નગરપાલિકા ના કાઉન્સિલર પરેશભાઈ કોટીયા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજ ના રમજુભા ચાવડા, ગીર સોમનાથ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો ક્રિષ્ના ગરબી મંડળની તમામ બાળાઓ તથા કુહાડા પરિવાર ના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા
REPORTER : દિપક જોષી દ્વારા પ્રાચી તીર્થ

