તાજેતરમાં શ્રી કે.બી. દેસાઈ અર્બુદા સ્કૂલમાં શિક્ષકદિનની એક અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “દીનાનાથ બત્રાજીનું શિક્ષણ ક્ષેત્રે યોગદાન” વિષય પર આધારિત કાર્યક્રમ યોજ્યો, જેમાં 102 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનવાની જવાબદારી નિભાવી. તેમણે વિવિધ વિષયોમાં જ્ઞાન વહેંચી પોતાનું નેતૃત્વ, આત્મવિશ્વાસ અને પ્રસ્તુતિ કૌશલ્ય પ્રદર્શન કર્યું.

શ્રી દીનાનાથ બત્રા, જે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના પ્રમુખ છે. તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનની વિદ્યાર્થીઓને જાણકારી આપી પ્રેરણા આપી કે તેઓ પણ ભવિષ્યમાં ઉત્તમ શિક્ષક બની શકે. શ્રી કે.બી. અર્બુદા સ્કૂલ શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના પ્રતિમાન કેન્દ્ર તરીકે કાર્યરત છે.
આ કાર્યક્રમનું આયોજન આચાર્ય કાવ્યા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષકના દાયિત્વને અનુભવીને શિક્ષણ વ્યવસ્થાની ગૌરવમય ભૂમિકા સમજી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને શાળા તરફથી ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આ રીતે સ્કૂલે શિક્ષકદિનને અનોખી રીતે ઉજવીને તેને યાદગાર બનાવ્યો.

