ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ-૨૦૨૫ માં રાણાવાવની શ્રી ભોરાસર સીમ શાળાએ ઝળહળી ઉઠતા એક જ વખતે કુલ ₹૧,૬૭,૫૦૦નું ઇનામ હાંસલ કર્યું છે.
ભોરાસર સીમ શાળા રાણાવાવની ખો-ખો કુમાર અને કન્યાની બન્ને ટીમ અંડર ૧૪ વય જૂથમાં તાલુકા કક્ષાએ અને જિલ્લા પ્રથમ આવેલ છે. તેમજ કબડ્ડીની ટીમ પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલ છે.વિજેતાઓને નિયમ મુજબ જૂથ ઇનામમાં તાલુકાએ પ્રથમ ને ₹૧,૦૦૦ પ્રતિ ખેલાડી તેમજ જિલ્લા પ્રથમને ₹૩,૦૦૦ પ્રતિ ખેલાડી આપતા કુલ : ₹૪,૦૦૦ પ્રતિ ખેલાડીને મળવા પાત્ર થશે.

ગઈ કાલે ૨૨ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સરદાર પટેલ રમત ગમત સંકુલ, પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ ની એથલેટિક્સ રમતોની હરિફાઈ યોજવામાં આવી હતી. જેમાં પણ આ શાળાની ડામરા મંજુ પપ્પુભાઈ અંડર- ૧૪ ની ૧૦૦મીટર દોડ જિલ્લા કક્ષાએ પ્રથમ અને ભુવા પ્રીયા હરીશ ભાઈ અંડર- ૧૪ ની ૨૦૦ મીટર દોડ જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા આ બન્ને દીકરીઓને પણ જિલ્લા કક્ષાના પ્રથમ નંબર ના રૂ.૫૦૦૦ ઇનામ મળશે.
ભોરાસર સીમ શાળાની કબ્બડ્ડી કન્યાઓની ટીમ પણ તાલુકા કક્ષાએ ત્રીજા નંબરે આવેલ છે
ત્યારે તાલુકા કક્ષાની ઇવેન્ટમાં ત્રીજા ક્રમે આવેલા ખેલાડીઓને ₹૫૦૦ પ્રતિ ખેલાડી મળશે.
ખો-ખો ની રમતમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના વિધાર્થીઓ છેલ્લા ૮ વર્ષથી શાળાકીય રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં જીલ્લામાંથી વિજેતા થઈ ઝોન અને રાજ્ય સુધી પહોંચ્યા છે. શાળામાં મોટા ભાગના વિધાર્થીઓ ખો-ખો અને કબડ્ડીની ટીમમાં રહેવા માટે ઉત્સુક હોય છે. ત્યારે શિક્ષકો પણ શાળા માં રિશેષમાં રમત – ગમતમાં ઉત્સુક ખેડાલીઓને વિશેષ ટ્રેઈન કરવાની ભાવના સાથે રમતોની પ્રેક્ટિસ કરાવતા હોય છે. આ શાળાએ રમતોને ઇનોવેશન સ્વરૂપે લીધેલ છે. રિશેષમાં રમવાથી વિધાર્થીઓ શિસ્તમાં રહે છે અને સાથે સાથે તેના શરીરનું ઘડતર પણ થાય છે અને ઇનામો @પણ મળે છે.
આ શાળાએ ચાલુ વર્ષે વ્યક્તિગત ઇવેન્ટમાં પણ ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરેલ છે. તેમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં એથલેટિક્સ રમતોમાં (૧). ડામરા મંજુ પપ્પુભાઈ અંડર- ૧૪ ની ૧૦૦ મીટર દોડ પ્રથમ અને ૪૦૦ મીટર દોડ તૃતિય. ,(૨). ડામરા અવિનાશ પપ્પુભાઈ અંડર- ૧૭ ની ૮૦૦ મીટર દોડમાં બીજો નંબર,(૩). જમરીયા પ્રતીક વિજયભાઈ અંડર- ૧૪ ની ૬૦૦ મીટર દોડમાં બીજો નંબર,(૪). કોડીયાતર કિંજલ મુંજાભાઈ અંડર- ૧૪ ની, ૨૦૦ મીટર દોડમાં ત્રીજો નંબર., (૫). કોડીયાતર કિંજલ જેઠાભાઈ અંડર- ૧૧ વર્ષ વય ની ૫૦ મીટર દોડ ત્રીજો નંબર., (૬). ભયડિયા નીલમ દિલીપભાઈ અંડર- ૧૭ ની ૨૦૦ મીટર દોડ ત્રીજો નંબર., (૭). ભુવા પ્રીયા હરીશભાઈ અંડર- ૧૪ ની ૨૦૦ મીટર દોડ બીજો નંબર આવેલ.. આ તમામ ખેલાડીઓને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર માટે અનુક્રમે રૂપિયા ૧૫૦૦, ૧૦૦૦ અને ૭૫૦ ઇનામ મળશે.
આમ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવ એ કુલ રૂપિયા ૧,૬૭, ૫૦૦ નું ઇનામ મેળવેલ છે જે આગામી સમયે વિધાર્થીઓના ખાતાં જમા થશે. વિધાર્થીઓની વિજેતા ટીમ તથા વ્યક્તિગત ખેલાડીઓ મેળવેલી સિધ્ધિને પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા,પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર, રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ મકવાણા, શાળાના આચાર્ય લાખાભાઈ ચૂંડાવદરા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રામદેભાઈ ઓડેદરાએ ઉજ્વળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવેલ છે.
રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ

