GUJARAT : સરદારના ૧૫૦ વર્ષ: સાંસદ મનસુખ વસાવાએ જંબુસર વિધાનસભાની ‘યુનિટી માર્ચ’ને પ્રસ્થાન કરાવ્યું, એકતા અને સ્વદેશીનો સંદેશ

0
47
meetarticle

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંત્રાણ પ્રાથમિક શાળા ખાતેથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીલી ઝંડી આપીને આ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં યુવાનોને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈને અખંડ એકતાનો માર્ગ અપનાવવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિકે સકારાત્મક ભાવના સાથે વિકાસના કાર્યમાં સહભાગી થવું પડશે.
વધુમાં, સાંસદે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને શિક્ષણને પ્રગતિનું મુખ્ય માધ્યમ ગણાવી યુવાનોને દેશના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.
જિલ્લાના અગ્રણી પ્રકાશ મોદીએ સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને રાષ્ટ્રની ભૌગોલિક એકતા સ્થાપિત કરવાના ઐતિહાસિક કાર્યને યાદ કર્યું હતું અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌએ વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ યુનિટી માર્ચ પદયાત્રાનું સમાપન આદર્શ બાયસીક શાળા, ચિત્રા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રારંભ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here