GUJARAT : સાણંદના વિંછીયા ગામ સેન્ટીંગ સામાન ચોરતી ગેંગના 3 સભ્ય ઝડપાયા

0
108
meetarticle

સાણંદ તાલુકાના વિંછીયા ગામ ૧૦૦ એકર ક્લબની સામે પેટ્રોલ પંપ બનાવવાની સાઇડ ઉપરથી લોખંડનાં ૧૦૦ નંગ ફર્મા (કિ.રૂ.૧ લાખ), ૧૭ જેક ટેકા (કિં રૂ. ૩૪,૦૦૦), ૧૦૦ ફૂટ પાણીની પાઇપ (કિં.રૂ.૫,૦૦), એક પાણીની મોટર (કિં.રૂ.૨,૦૦૦), એક લાકડાનો ખાટલો કિં.રૂ.૫,૦૦ મળી કુલ કિં.રૂ. ૧,૩૭,૦૦૦ની મતાની ચોરી થઇ હતી.

બનાવ અંગે સાણંદ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં સ્ટાફે નેત્રમ કમાન્ડ કંટ્રોલરૂમનાં સી.સી.ટી.વી કેમેરાની મદદથી એક સફેદ કલરનું બોલેરો પીક-અપ શંકાસ્પદ જોવા મળતા તપાસ કરતા મોડાસર ગામ (તા.સાણંદ)માં મેલડી માતાના મંદિર નજીક એક શખ્સ ભાડેથી રહેવા આવ્યો છે અને તેની પાસે રહેલા બોલેરો પીકઅપમાં સેન્ટિંગના ફર્મા ભરેલા હોવાની બાતમીના આધારે પોલીસે મોડાસર ગામ જઇ અશોક હાદાની પુછપરછ કરતા ભાંગી પડયો હતો અને ગુનો કબુલ્યો હતો. પોલીસે ચોરી કરનાર (૧) અશોક રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (ઉ.વ૨૮, રહે.મોડાસર ગામ, તા.સાણંદ, મુળ રહે. શીયાનગર ગામ, તા.ગઢડા જી.બોટાદ) (૨) અર્જુન દલીચંદ પારીતા (ઉ.વ.૨૦, રહે. ચિયાડા ગામ, તા.બાવળા, જિ.અમદાવાદ, મુળ રહે. ચાંદીપુર ગામ તા.દેવરીકલા જિ.ઝાલાવાડ, રાજસ્થાન) (૩) ગોપાલ ઉર્ફે અભય દિનેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૩, રહે.ચિયાડા ગામ, તા.બાવળા, મુળ રહે. કેથુલી ગામ, તા.ભાનપુરા, જિ. મનસોર, મધ્યપ્રદેશ)ને ચોરીના સામાન, ચોરીમાં વપરાયેલું બોલેરો પીકઅપ (કિં.રૂ. ૪ લાખ) મળી કુલ રૂ. ૫,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા જ્યારે (૧) શ્રવણ રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (૨) હમીર ઉર્ફે બોળો રામજીભાઈ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) (બંને રહે. મોડાસર ગામ,તા.સાણંદ, મુળ રહે. શીયાનગર, તા.ગઢડા, જિ.બોટાદ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

આરોપીનાં ગુનાહિત ઇતિહાસ

આરોપી અશોક રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ કાળુભાઇ હાદા (ઓડ) વિરૂધ્ધ (૧) બાવળા પો સ્ટે. (૨) કરજણ પો.સ્ટે. (૩) ધાંગધ્રા તાલુકા પો.સ્ટે. (૪) વટવા પો.સ્ટે. (૫) અસલાલી પો.સ્ટે.માં ગુના નોંધાયાલા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here