GUJARAT : સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત

0
113
meetarticle

સિદ્ધપુર નગરપાલિકા આયોજિત વંશ પરંપરાગત ભરાતા કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાનો શુભારંભ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યો હતો.
જાહેર જનતા માટે મેળાને ખુલ્લો મુક્યો બાદ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ પાવન પ્રસંગની ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણમાં શરૂઆત થઈ. ધાર્મિક વિધિ સાથે મેળાનો શુભારંભ થતા સિદ્ધપુરના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.


આ મેળો સિદ્ધપુરની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું જીવંત પ્રતિબિંબ છે. ભક્તિની રંગત અને ઉમંગ સાથે ભરાયેલો આ લોકમેળો સમાજમાં પ્રેમ, શાંતિ, સમરસતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, લોકકલાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સિદ્ધપુર નગરપાલિકા અને તેમની સમગ્ર ટીમે વર્ષોની આ પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડતા ઉત્તમ આયોજન કર્યું છે. શહેરના સૌના સહકારથી આ મેળો શ્રદ્ધા અને આનંદનો અનોખો ઉત્સવ બની રહ્યો છે.
આ પ્રસંગે પૂજ્ય કમલેશપુરી મહારાજ, પૂજ્ય વ્રજ વિહારી સ્વામી, પૂજ્ય શ્રી વિનોદગીરી મહારાજ, અનિતાબેન પટેલ, સોનલબેન ઠાકર, શહેર પ્રભારી કિશોરભાઈ મહેશ્વરી, કૌશલભાઈ જોશી, મુકેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, મનીષભાઈ આચાર્ય, શ્રી શંભુભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ પટેલ, અંકુરભાઈ મારફતિયા, શ્રી વિક્રમસિંહ ઠાકોર, ભાવેશભાઈ રાજગુરુ, સુષ્માબેન રાવલ, સુશીલાબેન પટેલ, પ્રજ્ઞાબેન ઠાકર, વર્ષાબેન પંડ્યા, દશરથભાઈ પટેલ, શૈલેષભાઈ પંચોલી, ભરતભાઈ મોદી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, તાલુકાના આગેવાનો, શહેરના આગેવાનો, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, વહીવટી તંત્ર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here