GUJARAT : સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ

0
47
meetarticle

સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ બની ગયા છે. કમોસમી વરસાદે ખેતીપાકોને ભારે નુકશાન કર્યું હોય, ધરતીપુત્રોને આથક સહાય આપવા રજૂઆત કરાઈ છે.

માવઠાંના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. સરકાર દ્વારા પાક નુકશાનીનો સરવે કરવાની વાત થઈ રહી છે. પરંતુ હાલ જગતનો તાત આથક નુકશાનીના ડુંગર નીચે દબાયેલો હોય, સરવેમાં સમય વેડફવાના બદલે તાત્કાલિક અસરથી સહાય જાહેર કરી રકમ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ રાજયના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here