તાજેતરમાં તા:૧૧-૧-૨૦૨૬ ,રવિવારના રોજ પાલનપુર ખાતે ધ સ્કૂલ ઑફ સાયન્સ અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સારસ્વત સન્માન ૨૦૨૬ સમારોહમાં ગુજરાત રાજ્યના શિક્ષણવિદ્ ગજેન્દ્રકુમાર જોષી , નોલેજ વેલી ફાઉન્ડેશનના ફાઉન્ડર અપૂર્વભાઈ ગુર્જર ,ધ સ્કૂલ ઑફ સાયન્સના ડાયરેક્ટર કે.પી.જોષી , પાલનપુર ( બનાસકાંઠા )ના ધારાસભ્ય અનિકેત ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં મુળ વતન સાબરકાંઠાના ચિઠોડા ગામના અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ની હેબતપુર પ્રાથમિક શાળામાં ધો ૧ થી ૫ માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા વિષ્ણુકુમાર ડાહ્યાભાઈ પંચાલ અને તેમના પુત્ર કે જે વિરમગામમાં આનંદ માધ્યમિક શાળામાં આચાર્યની પદવી ધરાવતા ધાર્મિક વિષ્ણુભાઈ પંચાલ ( ૨૬ વર્ષ , MSc – કેમિસ્ટ્રી , BEd ) ને સારસ્વત સન્માન એવોર્ડ દ્વારા સન્માનિત કરી મોમેન્ટો , શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા.ખૂબ જ નાની વયના આચાર્ય ધાર્મિક પંચાલ એક સારા લેખક પણ છે. સમસ્ત લુહાર સુથાર સમાજ પિતા -પુત્રને મળેલ આ સિધ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી સહ ગૌરવ અનુભવે છે.

