GUJARAT : સુરતના બે માસૂમ ભાઈઓનો સ્કેટિંગ પર ‘શક્તિ’ સાધનાનો સંકલ્પ: 480 કિમી દૂર અંબાજી જવા નીકળ્યા, પ્રથમ દિવસે 75 કિમી કાપી ભરૂચ પહોંચ્યા

0
21
meetarticle

હિંમત અને મક્કમ મનોબળ હોય તો અંતર ક્યારેય આડું આવતું નથી” તે ઉક્તિને સુરતના બે પિતરાઈ ભાઈઓએ સાર્થક કરી બતાવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 10 વર્ષીય પાશ્વ પટેલ અને 9 વર્ષીય પંથ પટેલે પોતાના દાદા અને કોચને ગૌરવ અપાવવા સુરતથી અંબાજી સુધીની 480 કિલોમીટરની અનોખી સ્કેટિંગ યાત્રાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા બે વર્ષથી સ્કેટિંગની તાલીમ લઈ રહેલા આ બાળકોનો ઉત્સાહ જોઈ પરિવારજનોએ પણ સહમતિ આપતા, આ નાનકડા સાહસિકો અંબાજી માતાજીને ધ્વજા અર્પણ કરવાના નિશ્ચય સાથે રવાના થયા છે.


​આ સાહસિક યાત્રાના પ્રથમ દિવસે જ બંને ભાઈઓએ સવારના 7 વાગ્યાથી સ્કેટિંગ શરૂ કરી 75 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. બાળકોની સુરક્ષા અને પ્રોત્સાહન માટે દાદા હિતેશભાઈ પટેલ સહિત પરિવારના 8 સભ્યો ત્રણ વાહનોના કાફલા સાથે સતત તેમની સાથે રહી રહ્યા છે. નાનકડી ઉંમરે અડગ શિસ્ત અને લગન સાથે 480 કિલોમીટરનો કપરો લક્ષ્યાંક પાર કરવા નીકળેલા આ બાળકોની સફર રમતગમત ક્ષેત્રે અને સાહસિકતામાં સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here