GUJARAT : સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો

0
43
meetarticle

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી ખેત પેદાશોમાં નુકસાનની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં ૫૦૦થી વધુ કેસની ઓપડી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાયા છે. જિલ્લામાં ડેનગ્યુ, મેલેરીયા, તાવના કેસમાં વધારો જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પાંચમાં દિવસે પણ ઝરમર વરસાદ પડયો છે. વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકો રોગચાળામાં સપડાયા છે. ડેન્ગ્યુ મેલેરીયા શરદી ઉધરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ૨૪ કલાકની ઓપીડી ૫૦૦ થી વધુ દર્દીઓની નોંધાઈ ચૂકી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલો હોય કે પછી ગ્રામીણ વિસ્તારમાં આવેલા સીએચસી પીએચસી કેન્દ્ર હોય ત્યાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. લીંબડીમાં પણ ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભરાયેલા પાણીમાં ડામરની ગોળી નાખવાની કામગીરી તેમજ ફોગિંગ સહિતની કામગીરી શરૃ કરવામાં આવી છે. રોગચાળો અને કંટ્રોલ લેવા માટેના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here