GUJARAT : સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાંથી મહિલાનું 6 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ

0
36
meetarticle

સુરેન્દ્રનગર મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી મહિલા મુસાફરની રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગની ચોરી થતાં ચકચાર મચી છે. ધ્રાંગધ્રા-ધંધુકા રૃટની બસમાં મુસાફરી કરતી મહિલાનો આશરે રૃ. ૬ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ પર ધ્રાંગધ્રા-ધંધુકા રૃટની બસમાં લીંબડીના ગીતાબેન નામના મહિલા મુસાફર તેમના ભાઈ શંભુભાઈ સાથે લગ્ન પ્રસંગ પતાવી પરત જઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ પરથી બસ ઉપડયા બાદ વઢવાણ રોડ પર કંડક્ટરે ટિકિટના પૈસા માંગતા ગીતાબેને પોતાની રહેલું બેગ ચેક કરતા મળી આવ્યું નહતી. રોકડ અને સોનાના દાગીના સહિત આશરે રૃ.૬ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હોવાનું માલુમ પડયું હતું. બેગ ચોરાઈ ગયાની જાણ થતાં બસને વઢવાણ બસ સ્ટેન્ડ પર ઉભી રખાવી તમામ મુસાફરોને નીચે ઉતારી ચેકિંગ કરાયું હતું, પરંતુ ચોરનો કે બેગનો પતો ન લાગ્યો. આખરે મુસાફરો સહિત બસને બી-ડિવિઝન પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

નવ નિમત બસ સ્ટેન્ડમાં cctv ન હોવાથી સુરક્ષા સામે સવાલ

અંદાજે ૬ કરોડના ખર્ચે નવનિમત સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડમાં સીસીટીવીની સુવિધા જ નથી. એરપોર્ટ જેવી સુવિધાઓના દાવા કરતી સરકાર અને એસ.ટી. વિભાગના નવા બસ સ્ટેન્ડમાં સીસીટીવી ન હોવાથી ચોરી કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવામાં પોલીસને મુશ્કેલી પડી શકે છે અને તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. મુસાફરોની સલામતી જાળવવા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાની માંગ ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here