GUJARAT : સેવાનું કાર્ય :દિયોદરના પરિવારે પોતાની દીકરીના લગ્નમાં ભેટ સ્વરૂપે એકઠી થયેલ ચાંલ્લાની રકમ બાળકો માટે અનાથ આશ્રમમાં અર્પણ કરશે

0
40
meetarticle

દિયોદરના એક જીવદયા પ્રેમી પરિવારે ગરીબ અનાથ બાળકોને કઈ રીતે મદદ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં પોતાની લાડકવાઈ દીકરીના શુભલગ્ન સમારોહ દરમિયાન આવેલ ચાંલ્લાની રકમ પોતાના ખર્ચ માટે ઉપયોગ લેવાના બદલે દિયોદર શ્રી જગદંબા માનવ સેવા અનાથ આશ્રમ માં આપવાની જાહેરાત કરી એક સેવાનું કાર્ય કર્યું છે જે એક અનોખી જીવદયા ની પહેલ ને લોકો બિરદાવી રહ્યા છે

મૂળ વાવ થરાદ જિલ્લાના દિયોદરના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા તુષારભાઈ કીર્તિલાલ શાહ (લાટીવાળા) જેમની લાડકવાઇ દીકરી તુલસીબેન ના તાજેતરમાં શુભલગ્ન પ્રસંગ સમારોહ યોજાયો હતો જેમાં શુભલગ્ન પ્રસંગ સમારોહ દરમિયાન સબંધીઓ ,પરિવારો,દ્વારા આપવામાં આવેલ ચાંલ્લાની તમામ રકમ માં બાપ વગરના અનાથ બાળકોને ઉપયોગી થઈ શકે તે માટે જીવદયા પ્રેમી પરિવારે પોતાની દીકરીના હસ્તે દિયોદર શ્રી જંગદંબા માનવ સેવા અનાથ આશ્રમ તેમજ સર્વોદય કેળવણી મંડળ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા) તેમજ પાંજરાપોળ ,અને દિયોદર ગૌ શાળામાં આપવાની જાહેરાત કરી ખા એક અનોખી જીવ દયા ની પહેલ કરી સેવાનું કાર્ય કરી સમાજ માં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે સેવા ના કાર્ય ને જીવદયા પ્રેમીઓએ બિરદાવ્યું હતું

_ લગ્ન પત્રિકામાં પણ અમૂલ્ય ચાંલ્લા ની રકમ વિવિધ સંસ્થાઓ ને મોકલવા આહવાન કર્યું હતું

જીવદયા પ્રેમી પરિવારે પોતાની દીકરી ના લગ્ન પ્રસંગે સાપવામાં આવેલ લગ્ન પત્રિકામાં પણ જે શુભલગ્ન પ્રસંગ સમારોહ માં અમૂલ્ય ચાંલ્લાની રકમ વિવિધ સંસ્થાઓ ને સેવાના કાર્યમાં વાપરવા આપવા અનુરોધ કર્યો હતો

પ્રતિનિધિ : દિયોદર જગદીશ સોની

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here