GUJARAT : હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ

0
13
meetarticle

હજારો યાત્રાળુઓ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલા વડોદરા જિલ્લાના યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગર નજરે પડતા ભાવિકોના જીવ ઉંચ થઈ ગયા છે.

સામાન્ય રીતે મગરો વહેણવાળા પાણીથી દૂર રહેતા હોય છે અને બંધીયાર સ્થળ કે ઓછા વહેણવાળા પાણી વાળા સ્થળો પસંદ કરતા હોય છે. પરંતુ નર્મદા નદીમાં વહેણ વધુ હોવા છતાં મહાકાય મગર દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ચાણોદના મુખ્યઘાતની સામેની બાજુએ આજે સવારે એક મગર દેખા દીધી હતી. આ મગર સામેના કિનારે થી ચાણોદ રામ તરફના કિનારે આવી રહ્યો હોવાથી સૌના જીવ તાળવે ચોટાયા હતા.   

બનાવની જાણ થતા ગામના સરપંચ દીપ્તિબેન તેમજ અન્ય અધિકારીઓએ ઉપરોક્ત સ્થળે ગ્રામ રક્ષક દળના જવાનોને મુકાવવા તજવીજ કરી હતી તેમજ લોકોને સાવધ રહેવા અપીલ પણ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here