GUJARAT : હાંસોટના ઇલાવ-બાલોતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: પૂરપાટ ઝડપે જતી બાઇક વીજપોલ સાથે અથડાતા યુવક લોહીલુહાણ

0
29
meetarticle

હાંસોટ તાલુકાના ઇલાવ-બાલોતા ગામને જોડતા માર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી મોટરસાયકલ અચાનક રોડ સાઈડના વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા ચાલક યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે યુવક ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં પટકાઈ પડ્યો હતો.


​અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકની ઓળખ ૨૪ વર્ષીય ભીમકુમાર ચૌધરી (રહે. બિહાર) તરીકે થઈ છે. જાણવા મળતી વિગત મુજબ, ભીમકુમાર ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહી હાઈ ટેન્શન લાઈનના ટાવર ઊભા કરવાની કામગીરી કરતો હતો.
​હાલ હોસ્પિટલમાં યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બાઇક પર કાબૂ ગુમાવવાનું કારણ શું હતું તે દિશામાં હાંસોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here