સુરત શહેરમાં ડુપ્લીકેટ સામાન બનાવવાનો સીલસીલો યથવાત રહ્યો છે. ક્યાક તમાકું તો ક્યાંક મસાલા જેવી વસ્તુંઓ ડુપ્લીકેટ બનાવતા કારખાના ઝડપાય રહ્યા છે. તેવામાં શહેરમાં વધુ એક ડુપ્લીકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. શહેરના લસકાણામાં ચાલતું ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું છે.
આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. પોલીસે કારખાનું ચલાવનાર આરોપી ધરપકડ કરી છે.સુરત પોલીસની ઝોન 1 ટીમ દ્વારા કારખાનું ઝડપી પાડ્યું છે. શહેર પોલીસે ડુપ્લીકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચાલવતો આરોપી નવનીતભાઈ જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીઓના ડુપ્લીકેટ એન્જીન ઓઈલ સહિત કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો.આરોપી અલગ અલગ બ્રાન્ડે કંપનીના ઓઇલનું ડુપ્લીકેશન કરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. આ આરોપી છેલ્લા 1 વર્ષથી શહેરના લસકાણામાં વિસ્તારમાં કારખાનું ચલાવતો હતો. હાલ આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સાથે જ કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા,સુરત


