ઉનાળાની ગરમીમાં આપણને સ્વાસ્થ્યને લઈ અનેક પરેશાનિયોનો સામનો કરવો પડી શકે છે, જેમાં ડિહાઈડ્રેશન, લુ લાગવી જેવી કેટલીય સમસ્યાઓ થઈ શકે છે. એવામા નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબીત થાય છે. નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, એમિનો એસિડ, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, મેંગનીજ, શુગર, સાઈટોકિનિન, વિટામિન સી, વિટામિન બી-1, વિટામિન બી-2, વિટામિન બી-3, સહિત એન્ટીઓક્સીડેન્ટ સામેલ હોય છે.

નારિયેળમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જરુરી હોય છે. પરંતુ લોકોએ તાજુ નારિયેળ પાણી જ પીવુ જોઈયે. કેમ કે, લોકો હવે માર્કેટમાં મળતુ પેકેટવાળુ નારિયેળ પાણી પણ પીતા હોય છે. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે. જેથી તમારે કુદરતી નારિયેળ પાણી જ પીવુ જોઈયે. તમને તેનાથી થતા ફાયદાની જાણકારી આપીશું.
ડાયાબિટિઝના પેશન્ટ
જે લોકો ડાયાબિટિઝના પેશન્ટ છે તેમના માટે નારિયેળનું પાણી ફાયદાકારક હોય છે. નારિયેળ પાણીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ નથી હોતુ. તે ઈન્સ્યુલિન મેનેજ કરવામાં મદદ કરે છે. જેથી નારિયેળનું પાણી ડાયાબિટિઝના પેશન્ટ માટે ગુણકારી મનાય છે. દરરોજ નારિયેળનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
હ્રદયને રાખે છે સ્વસ્થ્ય
નારિયેળનું પાણી પીવાથી લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સની માત્રા ઓછી થાય છે. આ પાણી પીવાથી બ્લડ વેસેલ્સ સ્વસ્થ્ય રહે છે. જેનુ બ્લડ પ્રેશર હાઈ રહે છે તેમના માટે પણ નારિયેળ પાણી ગુણકારી છે. તેનાથી તમારુ હ્રદય સ્વસ્થ્ય રહે છે.
લૂથી થશે બચાવ
ઉનાળાની ગરમીમાં શરીરમાં પાણીની અછત રહે છે. જો નારિયેળનું પાણી પીવામાં આવે તો તે શરીરને હાઈડ્રેટ રાખે છે. જેના કારણે લૂથી બચી શકાય છે. જો તમે દરરોજ નારિયેળ પાણી પીવો છો તો આળસ, કમજોરી, થાક લાગવો જેવી સમસ્યા નથી થતી. નારિયેળ પાણી શરીરના હાડકા અને મસલ્સને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

