ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં ઠંડા પીણાંની માંગ વધી જાય છે. જ્યારે શરીરને હાઇડ્રેટ રાખવા માટે કાકડી, ટામેટા, શેરડીનો રસ અને નાળિયેર પાણી જેવી વસ્તુ ખાવી-પીવી જોઈએ. હાઇડ્રેશન જાળવી રાખવા માટે શેરડીનો રસ અને નાળિયેર પાણી બંને પીવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે, બંનેમાં શ્રેષ્ઠ કોણ છે?

નાળિયેર પાણીને ઉનાળાનું ‘સુપર ડ્રિંક’ કહેવામાં આવે છે, પરંતુ તેની કિંમત વધુ હોવાને કારણે લોકો તેને પીવાનું ટાળે છે. તેની જગ્યાએ 10-20 રૂપિયાનો શેરડીનો રસ પીને શરીરને હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે વાત સાફ-સફાઈની આવે, ત્યારે શેરડીના રસથી અંતર રાખવું જ સારું છે. તેમ છતાં ભારતમાં મોટાભાગના લોકો ગરમીના કહેરથી બચવા માટે સસ્તા શેરડીના રસને જ પસંદ કરે છે. નિષ્ણાતોના મતે બંને પોતાની જગ્યાએ યોગ્ય છે, પરંતુ ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે તેની મૂંઝવણ વારંવાર લોકોમાં રહે છે. જોકે બંનેનો સ્વાદ સારો છે, પરંતુ આ બાબતમાં શેરડીનો રસ બાજી મારી જાય છે.

જો કોઈનું બીપી અવારનવાર હાઈ રહેતું હોય તો, તેણે નાળિયેર પાણી પીવું જોઈએ. હકીકતમાં તેમાં રહેલું પોટેશિયમ શરીરમાંથી વધારાના સોડિયમને બહાર કાઢે છે. આ સિવાય તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા જરૂરી તત્વો પણ હોય છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સનો મોટો સ્ત્રોત છે જે દરેક ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં કામ આવે છે. ઉનાળામાં હાઇડ્રેશન માટે તે પીવું શ્રેષ્ઠ છે
અમે તમને શેરડીનો રસ અને નાળિયેર પાણીની સરખામણી કરીને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે. સાથે જ જાણો કે આ બંનેનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

જો કોઈનું બીપી અવારનવાર હાઈ રહેતું હોય તો, તેણે નાળિયેર પાણી પીવું જોઈએ. હકીકતમાં તેમાં રહેલું પોટેશિયમ શરીરમાંથી વધારાના સોડિયમને બહાર કાઢે છે. આ સિવાય તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા જરૂરી તત્વો પણ હોય છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સનો મોટો સ્ત્રોત છે જે દરેક ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં કામ આવે છે. ઉનાળામાં હાઇડ્રેશન માટે તે પીવું શ્રેષ્ઠ છે.
શેરડીના રસને ઉનાળાનું સુપર ડ્રિંક કહેવામાં આવે છે. જેમને ડાયાબિટીસ નથી તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલી કુદરતી ખાંડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તરત જ ઉર્જા આપે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન એ, બી-કોમ્પ્લેક્સ અને સી સહિત અનેક એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે
શેરડીના રસમાં કુદરતી ખાંડ ઘણી વધારે હોય છે, તેથી તે તરત જ ઉર્જા આપે છે પરંતુ બ્લડ ગ્લુકોઝ લેવલને પણ વધારે છે. જ્યારે નાળિયેર પાણીમાં પણ ખાંડ હોય છે પરંતુ ઓછી માત્રામાં. જે લોકો કુદરતી ખાંડ ઓછી લેવા માંગે છે અને હાઇડ્રેશન પણ ઇચ્છે છે, તેમના માટે નાળિયેર પાણી શ્રેષ્ઠ છે

નાળિયેર પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત રાખે છે. પરસેવો નીકળવાને કારણે ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડે છે અને નાળિયેર પાણી દ્વારા તેનું સ્તર બરાબર રાખી શકાય છે. તો બીજી તરફ, શેરડીના રસમાં ઘણા ખનિજો હોય છે પરંતુ તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોતા નથી. હાઇડ્રેશનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો નાળિયેર પાણી શ્રેષ્ઠ છે.
શેરડીનો રસ પીધા પછી ભારેપણું લાગે છે કારણ કે તેમાં કુદરતી ખાંડ ઘણી હોય છે. જ્યારે નાળિયેર પાણી હલકું હોય છે, તેથી તેને પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જ્યારે ડિહાઇડ્રેશન, પાચન બગડવું અને ગરમી લાગી જાય, ત્યારે આવી સ્થિતિમાં નાળિયેર પાણી પીવું શ્રેષ્ઠ રહે છે.
શેરડીના રસમાં કુદરતી ખાંડ વધારે હોવાથી તેના દ્વારા કેલરીનું સેવન વધુ થાય છે, વજનને નિયંત્રણમાં રાખવા માટે કેલરીના સેવનનું ધ્યાન રાખવું જોઈએ. જેમને વેઇટ મેનેજમેન્ટ કરવું છે, તેમના માટે નાળિયેર પાણી પીવું વધુ સારું છે.

