તાજેતરમાં અમદાવાદ જિલ્લાના બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી છે. સમગ્ર બાવળામાં જિલ્લા આરોગ્યતંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા સઘન સફાઈ ઝુંબેશ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
બાવળામાં શુક્રવારે દિવસ દરમિયાન 21 ટીમો 75 કર્મચારીઓ 1459 ઘરોમાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. 1 ટીમમાં 3 સભ્યો હતા. આ 3 સભ્યોએ 1 ઘરમાં 7 મિનિટમાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી. જે વ્યક્તિઓના આરોગ્યમાં તકલીફ જોવા મળી તેઓને 2 મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બાવળામાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પણ કામગીરી પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાણીને કારણે ઘણા વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓને ટ્રેક્ટરમાં બેસાડીને પણ આરોગ્યલક્ષી કામગીરી માટે સ્થળ પર પહોંચાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાવળા મમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ના થાય તે માટે પોરાનાશક કામગીરી, તાવ સર્વેલેન્સ, MLO કામગીરી, ડાયફલુંબેન્ઝયુરીન છંટકાવ કામગીરી સહિતની આરોગ્યલક્ષી કામગીરીની સાથે સઘન સર્વિલન્સ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા લોકોને ઘરે ઘરે ફરીને પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાથી બચવાના ઉપાયો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ


