આજકાલના સમયમાં ખરાબ ખોરાક અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે ફેટી લિવરની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. લાંબા સમય સુધી લિવરમાં ચરબી જમા રહેવી એટલે કે ફેટી લિવર રહેવું. સમયજતા ખતરનાક બની શકે છે અને તેને ઝડપથી નિયંત્રિત કરવું જરૂરી છે. સમસ્યા લાંબા સમય સુધી રહે તો લિવર ડેમેજ પણ થઈ શકે છે

ફેટી લિવર શું છે?
-ફેટી લિવર એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા છે. તે બે પ્રકારની હોય છે:-ફેટી લિવરથી બચવા માટે શું કરવું?
-સંતુલિત આહાર સાથે થોડા કુદરતી ઉપાય પણ છે, જે લિવર માટે જડીબુટ્ટીઓ જેવી અસર કરે છે. આ વસ્તુઓ લિવરને ડિટોક્સ કરે છે, સોજો ઘટાડે છે અને તેની કામગીરી સુધારે છે.
હળદર—સ્વાસ્થ્ય માટે અમૃતસમાન
હળદરમા આવેલ કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ તરીકે લિવરની રક્ષા કરે છે. તે સોજો ઘટાડે છે, લિવરમાં ચરબી જમા થવાથી રોકે છે અને લિવરને ડિટોક્સ કરે છે, જેથી તેની કામગીરી સુધરે છે.
હળદરને દૂધ, પાણી અથવા ચામાં મિક્સ કરીને લઈ શકાય છે.
અજમો પણ લિવર માટે ફાયદાકારક
અજમો લિવર અને પચન બંને માટે ઉત્તમ છે. તે લિવરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાંથી ટૉક્સિન્સ દૂર કરીને લિવરને સ્વસ્થ રાખે છે. ફેટી લિવરથી રાહત અપાવવામાં પણ તે ખૂબ મદદરૂપ છે.
આમળા પણ લિવર માટે અસરકારક
આવળો વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ છે, જે લિવરની સેલ્સને ફરી નવા બનાવે છે (Rejuvenate) અને લિવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેને રસ, પાઉડર અથવા કોઈપણ સ્વરૂપમાં લઈ શકાય છે.
નોંધ-સમયસર તેનું સારવાર ન કરવામાં આવે તો તે લિવર કૅન્સર, લિવર સિરોસિસ અને લિવર ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

