ડાયાબિટીસનો રોગ આજે ભારતભરમાં સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગને સંપૂર્ણપણે મટાડવો કઠિન છે, પરંતુ તેને નિયંત્રિતમાં રાખવો આપણા હાથની વાત છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આહાર એ જ દવા છે. આયુર્વેદિક આહાર માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરતું નથી, પરંતુ શરીરની ઉર્જા, પાચન અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

કારેલાનો રસ અથવા શાકભાજીનું નિયમિત સેવન અત્યંત લાભકારી
ડાયાબિટીસના દર્દીઓ માટે કેટલાક આયુર્વેદિક આહાર રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જેમાં સૌથી પહેલા કારેલાને કુદરતી ઇન્સ્યુલિન માનવામાં આવે છે. તેમાં રહેલું ચારેન્ટિનનું પ્રમાણ બ્લડ સુગરનું સ્તર જાળવવામાં મદદ કરે છે. કારેલાનો રસ અથવા શાકભાજીનું નિયમિત સેવન અત્યંત લાભકારી હોય છે.
પાણીમાં પલાળેલા મેથીના દાણાનું સવારે સેવન કરવું ઉત્તમ
આ ઉપરાંત મેથીના દાણા સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે તેમાં ફાઇબર અને એમિનો એસિડ હોય છે, જે બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છે. આખી રાત પાણીમાં પલાળેલા મેથીના દાણાનું સવારે સેવન કરવાથી ઉત્તમ પરિણામો મળે છે. તેવી જ જાંબુ અને તેના બીજ કુદરતી એન્ટીડાયાબિટીક તરીકે કામ કરે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને વારંવાર તરત લાગવી અને થોડી થોડીવારે પેશાબ કરવા જવાની સમસ્યાને ઘટાડે છે.
ગરમ પાણી અથવા ચા સાથે તજ ભેળવીને પીવાથી ફાયદો
આમળામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાદુપિંડના કોષોને પુનર્જીવિત કરે છે અને ઇન્સ્યુલિન સ્ત્રાવને સંતુલિત કરે છે. આ સાથે તજ પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે બ્લડ સુગર ઘટાડે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે. ગરમ પાણી અથવા ચા સાથે તજ ભેળવીને પીવાથી વધુ સારા પરિણામો મળે છે.
તુલસીના પાન ઇન્સ્યુલિન કાર્યમાં સુધારો કરે છે
લીમડાના પાંદડા લોહીને શુદ્ધ કરવામાં અને સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે રક્ષણ આપે છે. અળસી જે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે. બ્લડ સુગર સ્પાઇક્સને અટકાવે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તુલસીના પાન ઇન્સ્યુલિન કાર્યમાં સુધારો કરે છે અને તણાવ અને થાક ઘટાડે છે. જવ પણ ફાયદાકારક છે, કારણ કે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને સ્થિર બ્લડ સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે.
તેલવાળા, મીઠાં અને ફાસ્ટ ફૂડ લેવાનું ટાળવું
આ સાથે ડાયાબિટીસના દર્દીઓએ હળવું, સરળતાથી સુપાચ્ય અને સમયસર ભોજન લેવું જરુરી છે. તેલવાળા, મીઠાં અને ફાસ્ટ ફૂડ લેવાનું ટાળવું જરૂરી છે. દિવસભર થોડાં થોડા સમયે ભોજન લેવું, યોગ અને પ્રાણાયામને તમારી દિનચર્યામાં સામેલ કરવા, પૂરતી ઊંઘ લેવી અને તણાવમુક્ત રહેવું એ બધું યોગ્ય આહાર જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

