જો તમને એવું લાગે છે કે પનીર જ પ્રોટીનનો એકમાત્ર વેજિટેરિયન સોર્સ છે, તો તમે એકદમ ખોટું વિચારી રહ્યા છો. તમને જણાવી દઈએ કે, પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તો ચાલો આજે અમે તમને એવા વેજિટેરિયન ફૂડ્સ વિશે જણાવીએ જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પ્રોટીનના પણ શાનદાર સોર્સ છે.

કુટ્ટુ (બકવ્હીટ) ખીચડી
કુટ્ટુ (બકવ્હીટ) અને દાળથી બનેલી આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં પ્રોટીન અને ફાઈબર બંને સારી માત્રામાં હોય છે.
છોલે
છોલે પ્રોટીનથી ભરપૂર હોય છે. આ મસાલાદાર અને પૌષ્ટિક છોલે ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પરંતુ તેનાથી તમારું પેટ પણ ભરાઈ જાય છે.
ક્વિનોઆ અને છોલેનું સલાડ
ક્વિનોઆ, છોલે અને શાકભાજીથી બનેલું આ ફ્રેશ સલાડ સ્વાદિષ્ટ હોય છે. તે પ્રોટીન અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે.
રાજમા
રાજમા પ્લાન્ટ-બેસ્ડ પ્રોટીનથી ભરપૂર હોય છે. લોકો તેને ભાત સાથે ખાવાનું વધુ પસંદ કરે છે. તે એક પૌષ્ટિક ફૂડ છે.
ફણગાવેલા મગનું સલાડ
ફણગાવેલા મગમાં પણ પ્રોટીન હોય છે. આ સલાડ તમારા ફૂડમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે એક શાનદાર ઓપ્શન છે.

