લિવર શરીરની સફાઈ માટે કામ કરે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, પાચનક્રિયા માટે મદદ કરે છે અને મેટાબોલિઝમને સ્વસ્થ રાખે છે. એવામાં લોકો લિવરને તંદુરસ્ત રાખવા ઘણી દવા ખાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લિવરને તંદુરસ્ત રાખવા ખર્ચાળ સપ્લિમેન્ટની બિલકુલ જરૂર નથી. ડ્રાયફ્રૂટ પણ લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે લિવરને સ્વસ્થ રાખવા કયા-કયા ડ્રાયફ્રૂટ મદદ કરી શકે છે.

કિસમિસ
કિસમિસમાં રેસવેરાટ્રોલ જેવા કુદરતી ઍન્ટીઑક્સિડન્ટ હોય છે, જે લિવરના કોષોને શુદ્ધ કરે છે અને ત્યાં સોજો ઘટાડે છે. તેમજ કિસમિસમાં રહેલું ફાઇબર પાચન ક્રિયામાં મદદ કરે છે, દરરોજ એક મુઠ્ઠી કિસમિસ ખાવાથી લિવર સ્વસ્થ રહે છે
.બદામ
બદામમાં વિટામિન E અને ઍન્ટીઑક્સિડન્ટ હોય છે. જે શરીરની ચરબીને બેલેન્સ રાખે છે, આનાથી ફેટી લિવરનું જોખમ ઓછું થાય છે. દરરોજ થોડી પલાળેલી કે શેકેલી બદામ ખાવાથી લિવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
અખરોટ
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે સોજા ઓછા કરવા માટે અને લિવરના જોખમને ઘટાડે છે. રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી લિવર સારી રીતે કામ કરે છે.
ખજૂર
ખજૂરમાં ભરપૂર ફાઇબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આનાથી લિવર પરનો તણાવ ઓછો થાય છે. તેમાં પોટેશિયમ પણ હોય છે, જે લિવર માટે જરૂરી ખનિજ માનવામાં આવે છે. નાસ્તામાં ખજૂર ખાવાથી લિવરને પોષણ આપવાની એક મીઠી અને સ્વસ્થ રીત છે.
અંજીર
અંજીરમાં ફાઇબર અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે લિવરને નુકસાનથી બચાવે છે અને યોગ્ય પાચનક્રિયાને પ્રોત્સાહન આપે છે. તેમાં હાજર કુદરતી ઉત્સેચકો શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી લિવરનું કાર્ય વધે છે.

