પ્રેગનેન્સી એક એવો સમય હોય છે જ્યારે મહિલાઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર થાય છે. આ ફેરફારના કારણે વાળનું ખરવું પણ એક સામાન્ય સમસ્યા બની જાય છે. ઘણી મહિલાઓ આ દરમિયાન વધુ હેર ફોલની ફરિયાદ કરે છે. તેનું મુખ્ય કારણ શરીરમાં અમુક જરૂરી પોષક તત્વોની ઉણપ હોય છે.

હેર ફોલની પાછળનું મુખ્ય કારણ
પ્રેગ્નેન્સી દરમિયાન આયર્નની ઉણપ સૌથી મોટું કારણ હોઈ શકે છે. આયર્નની ઉણપથી શરીરમાં લોહીની ઉણપ થઈ જાય છે, જેનાથી વાળના મૂળ કમજોર થવા લાગે છે અને વાળ ખરવા લાગે છે.
વિટામિન ડી ની ઉણપ
વિટામિન ડી વાળના વિકાસ માટે ખૂબ જરૂરી છે. તેની ઉણપથી વાળ કમજોર થઈ જાય છે અને તેનું ખરવાનું શરૂ થઈ જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી મહિલાઓને વિટામિન ડી ની ઉણપ થઈ જાય છે, જેનાથી હેર ફોલ વધી જાય છે.
હોર્મોનલ ફેરફાર
પ્રેગ્નેન્સી દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનનું સ્તર બદલાય છે. જેનાથી વાળની ગ્રોથ સાઈકલ પર અસર પડે છે અને હેર ફોલ વધી શકે છે. ઘણી વખત બાળકના જન્મ બાદ હોર્મોનનું સ્તર સામાન્ય થવા પર વાળની સ્થિતિ પણ સુધરી જાય છે, પરંતુ અમુક મહિલાઓને વધુ હેર ફોલની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પ્રોટીનની ઉણપ
પ્રોટીન વાળના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન જો પ્રોટીનનું સેવન ઓછું થઈ જાય છે, તો વાળના મૂળ કમજોર થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.
તેને યોગ્ય કરવાના ઉપાય
આયર્ન અને વિટામિન ડી સપ્લીમેન્ટ્સ: ડોક્ટરની સલાહથી આયર્ન અને વિટામિન ડી ના સપ્લીમેન્ટ્સ લેવા. તેનાથી શરીરમાં તેની ઉણપ પૂરી થશે અને વાળ ખરવાનું ઓછું થશે.બેલેન્સ ડાયટ લો
પોતાના આહારમાં આયર્ન, પ્રોટીન અને વિટામિન ડી યુક્ત ખાદ્ય પદાર્થોને સામેલ કરો. જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, દાળ, વગેરે.
હાઈડ્રેટેડ રહો
ભરપૂર પ્રમાણમાં પાણી પીવો જેથી શરીરમાં પાણી રહે અને વાળની હેલ્થ સારી રહે.
તણાવ ઓછો કરો
પ્રેગ્નેન્સી દરમિયાન તણાવ લેવો હેર ફોલને વધારી શકે છે. તેથી યોગ અને મેડિટેશન જેવી પ્રવૃત્તિઓથી પોતાને રિલેક્સ રાખો.
વાળની યોગ્ય સારસંભાળ
વાળને વધુ ટાઈટ ન બાંધો અને તેને કેમિકલ્સથી બચાવો. સામાન્ય શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરો.

