Health Tips : ગરમીની સિઝનમાં રોજ ખાઓ એક ચમચી ગુલકંદ,એસિડિટીથી લઇને અનેક બીમારીઓમાં સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા

0
13
meetarticle

ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. એવામાં તમને ગુલકંદના ફાયદા વિશે જાણીને નવાઈ લાગશે. ગરમીમાં ગુલકંદનું સેવન કરવાથી પાચન ક્રિયાને ફાયદો થાય છે.

1. ઉનાળામાં વરદાન સમાન છે ગુલકંદ

ગુલકંદને ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરને ઠંડક મળે છે અને પાચન સાથે સંબંધીત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પણ અપચો, ગેસ, એસિડિટી અને ખાટ્ટા ઓડકારની સમસ્યાથી પરેશાન છો તો આ બધાથી છુટકારો મેળવવા માટે ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2. શરીરને ઠંડ આપે છે ગુલકંદ

શરીરને ઠંડક પહોંચાડવામાં ગુલકંદ ખૂબ જ કારગર સાબિત થયા છે. તેના સેવનથી પેટનું પીએચ લેવલ બેલેન્સ થાય છે અને છાતીમાં બળતરાની ફરિયાદ પણ નથી થતી. તેના ઉપરાંત ઉનાળાના કારણે થતા ખિલ પણ દૂર કરવામાં તેનો ફાયદો મળે છે.

3. એસિડિટીથી રાહત

ગુલકંદ ખાવાથી ગેસ, એસિડિટી અને અપચાથી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે તેને દૂધ કે એક ચમચી કોરૂ ખાવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ગટ હેલ્થને સારી બનાવવામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

4. ઊંઘ માટે બેસ્ટ

આખા દિવસના સ્ટ્રેસ અને મગજનો થાક દૂર કરવા માટે પણ ગુલકંદનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તાસીરમાં ઠંડક હોવાના કારણે તે મગજની નસોને આરામ પહોંચાડે છે અને સારી ઊંઘ આવે છે.

5. આંખો માટે ફાયદાકારક

ગુલકંદ ખાવાથી આંખોને પણ ઠંડક મળે છે અને લૂના કારણે થતી બળતરા કે ખંજવાડની સમસ્યા નથી થતી. એવામાં રોજ એક ચમચી ગુલકંદ તમારી આંખોને હેલ્ધી રાખવામાં પણ ખૂબ મોટી ભુમીકા નિભાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here