HEALTH TIPS : વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ માટે પણ જરૂરી, જાણો શરીરમાં તેનું સંતુલન કેવી રીતે જાળવી શકાય

0
65
meetarticle

વિટામિન ડી માનવ શરીર માટે મહત્ત્વનું તત્ત્વ છે. આ વિટામિન રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવા, સ્નાયુઓને રોજિંદું કામ કરવા અને બળતરા ઘટાડવા માટે પણ જરૂરી છે. વિટામિન ડી હાડકાને વધુ મજબૂત બનાવવા પણ ઉપયોગી છે. જો શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળે તો થાક, નિર્બળતા અને હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી ઘણીવાર ‘સનશાઇન વિટામિન’ પણ કહેવામાં આવે છે કારણ કે સૂર્યનો સંપર્કમાં આવવાથી પણ વિટામિન ડી ઝડપથી બને છે. ચામડીમાં એક પ્રકારનું સંયોજન હોય છે જે વિટામિન ડી તરીકે કામ કરે છે. જ્યારે આ સંયોજન સૂર્યથી યુવી-બી રેડિએશનના સંપર્કમાં આવે છે, ત્યારે તે શરીરમાં વિટામિન ડી બની જાય છે.

ચામડીનો રંગ પ્રભાવિત કરે છે

જે લોકોની ચામડીનો રંગ ઘાટો હોય છે, તેમને હળવા રંગની ચામડીવાળા લોકોની તુલનામાં વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશમાં વધુ સમય રહેવું જરૂરી છે . કારણકે ગહેરા રંગની ચામડીમાં મેલાનિન વધુ હોય છે. મેલાનિન એક સંયોજન છે જે વિટામિન ડીના ઉત્પાદનને થોડી અસર કરી શકે છે.

વધતી ઉંમરમાં પણ અસર 

જેમ-જેમ ઉંમર વધે છે, તેમ ચામડીમાં વિટામિન ડીનું ઉત્પાદન ઘટી જાય છે અને મેટાબોલિક હેલ્થ પણ ઓછી થઈ જાય છે. આ સ્થિતિમાં વિટામિન ડીનું સ્તર જાળવી રાખવા માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.વિટામિન ડી માટે કયા સ્થળે રહો છો તે પણ મહત્ત્વનું

જો તમે ગરમ વિસ્તારમાં રહેતા હોવ, તો દિવસમાં 15-30 મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવાથી શરીરને પૂરતું વિટામિન ડી મળી શકે છે.

વિટામિન ડી વધારવા માટે શું ખાવું જોઈએ

1. મશરુમ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે અને શાકાહારી સ્ત્રોત પણ છે. વિટામિન ડીની માત્રા મશરુમના પ્રકાર પર આધાર રાખે છે.  

2. દૂધ અને દૂધના ઉત્પાદનનું સેવન: દૂધ, દહીં અને ચીઝમાં વિટામિન ડીનું ફોર્ટિફાઇડ હોય છે. આવા ઉત્પાદનોને તમારા આહારમાં સામેલ કરવાથી વિટામિન ડી મળી શકે છે. 

3 ઓરેન્જ જ્યૂસ: સંતરાના જ્યૂસમાં વિટામિન ડી ફોર્ટિફાઇડ હોય છે જે પીવાથી શરીર સશક્ત અને દીર્ધાયુ બને છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પણ વધુ સારા પ્રમાણમાં હોય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here