ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં આવેલી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હેલ્થ વેલ્થ હેપ્પીનેસ’ થીમ પર આધારિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવાનો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ અને ગુજરાત રાજ્ય યોગ્ય બોર્ડના યોગા ટ્રેનર સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંગીત સાથે યોગ, ઝુમ્બા અને વિવિધ વ્યાયામ કરાવવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી મહત્વનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી આખો માહોલ ખૂબ જ રસપ્રદ બન્યો હતો. શાળાનાં આચાર્ય પ્રવીણભાઈએ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી અને યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં સફળ રહ્યો.
REPOTER – મનિષ કંસારા


