ભોજનનો અર્થ માત્ર પેટ ભરવો જ નથી, પરંતુ શરીરમાં પોષક તત્વોનું યોગ્ય શોષણ થાય તે પણ જરૂરી છે. આપણી ઘણી રોજિંદી ટેવો અજાણતા જ પાચન પ્રક્રિયામાં અવરોધ ઊભી કરે છે. જો તમે જમ્યા પછી ગેસ, એસિડિટી કે ભારેપણું અનુભવો છો, તો તેનું કારણ નીચેની 5 ભૂલો હોઈ શકે છે.

1. તુરંત સૂઈ જવાની આદત
ઘણા લોકોને જમ્યા પછી તરત જ પથારીમાં પડવાની આદત હોય છે, ખાસ કરીને રાત્રે. પરંતુ આમ કરવાથી પાચનક્રિયા ધીમી પડે છે અને ખોરાક ઉપરની તરફ ધકેલાય છે, જેનાથી એસિડિટી, બળતરા અને ગેસ જેવી સમસ્યાઓ સર્જાય છે. ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછો દોઢ થી બે કલાકનો ગાળો રાખવો જોઈએ.
2. જમ્યા બાદ તરત ચાલવું
લોકો માને છે કે જમીને તરત ચાલવાથી ખોરાક પચી જાય છે, પરંતુ આ એક ખોટી માન્યતા છે. જમ્યાની તરત બાદ સ્નાયુઓ સક્રિય કરવાથી લોહીનો પ્રવાહ પેટને બદલે પગ તરફ વળે છે, જે પાચનમાં અવરોધ ઉભો કરે છે. જમ્યાના ૨૦ થી ૩૦ મિનિટ બાદ જ ચાલવાનું શરૂ કરવું હિતાવહ છે.
3. ચા-કોફી કે પાણીનું સેવન
ચા: ચામાં રહેલું ‘ટેનીન’ ખોરાકમાંથી મળતા આયર્ન (લોહતત્વ) ને શોષતા અટકાવે છે, જે લોહીની ઉણપ સર્જી શકે છે.
પાણી: જમ્યા પછી તરત ઠંડું પાણી પીવાથી પાચક રસો પાતળા પડી જાય છે, પરિણામે ખોરાક પચવાને બદલે સડવા લાગે છે. જમ્યાના 30 થી 40 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ.
4. સ્નાન કરવું (નહાવું)
જમ્યા બાદ શરીરનું તાપમાન થોડું વધે છે જેથી પાચન પ્રક્રિયા યોગ્ય રીતે ચાલે. જો તમે તરત જ સ્નાન કરો છો, તો શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે અને લોહીનો પ્રવાહ ત્વચા તરફ વહેવા લાગે છે. આનાથી અપચો અને પેટની ગરબડ થઈ શકે છે.
5. વ્યાયામ કે ચાલવું:
જમ્યાની તરત જ બાદ ભારે કસરત કે ઝડપથી ચાલવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે. જમ્યાના અડધા કલાક પછી જ હળવું ચાલવું (શતપાવલી) હિતાવહ છે.

