SURENDRANAGAR : વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો

0
79
meetarticle

વિરમગામના માંડલ રોડ ઉપર આવેલી અમુક હોસ્પિટલો દ્વારા નગરપાલિકા કચેરી પાછળ કોલેજ હાઈસ્કૂલ જવાના રોડ પર જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા જરૃરી કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદૂષણ નિયંત્રણ માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં વાપરવામાં આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યું છે જે માટે તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે. એટલું જ નહીં મેડિકલ વેસ્ટના ડેટા પણ મેન્ટેઈન કરવાના હોય છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મેડિકલ વસ્ટનો નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.

વિરમગામ શહેરમાં આવેલી ડીસીએમ કોલેજ અને શેઠ એમ.જે.હાઈસ્કૂલ જવાના માર્ગ ઉપર કરાયેલા કચરાના ઢગલામાં દવા, યુઝ થયેલી ખાલી બોટલો (વાયલ), સિરીંજ (ઇન્જેક્શનની સોઇ) દવાના ખાલી બોક્સો વગેરે મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છેે. જે ગેરકાયદે છે, આ બાબતે સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરીને જાહેર આરોગ્યને જોખમમાં મૂકી ગમે ત્યાં મેડિકલ વેસ્ટ ફેકતા તત્વોને પ્રોત્સાહન આપે છે. તો બીજી બાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ સમયાંતરે ચેકિંગ પણ કરવું જોઈએ. જો કે આમ નહીં થવાને કારણે જ આવી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે જે આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરનાક છે. રોડ પર પશુઓ, લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થાય તે રીતે મેડિકલ વેસ્ટ કંઈ હોસ્પિટલમાંથી ફેકવામાં આવ્યો છે તેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી સબ સલામત ના બંડ પોકારવામાં આવશે તે આગામી સમયમાં જ ખબર પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here