દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી.પરંતુ વકીલોની હડતાળને કારણે તે મોકૂફ રહી છે.જેને કારણે ફરી એકવાર ચૈતર વસાવા ને જેલમાંથી બહાર નીકળવાની તક ઉપર પાણી ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા પાંચમી જુલાઈથી 64 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે.તેમની સામે ભાજપ શાસિત તાલુકાપંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે.આઘટના ATVT (આદિજાત વિકાસ કચેરી)ની સંકલન બેઠકદરમિયાન બની હતી.બંને નેતાઓ વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ.ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો.સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે પોલીસેચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
હાઈકોર્ટમાંવકીલોની હડતાળ યથાવત રહેતા આજે (28મી ઓગસ્ટ) જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી.વકીલો કામથી અળગા રહ્યા હોવાથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતા તેઓએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.
હવે રેગ્યુલર જામીન અંગે ની સુનાવણી આગામી 11મી સપ્ટેમ્બર ના રોજ થશે. જોકે આગામી 11 મીએ પણ ચૈતર વસાવા ને જામીન મળવાની શક્યતા નહીવત છે કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવા ના વકીલને ચૈતર વસાવાના જામીન પાછી ખેંચી લેવા સિવાય કોઇ વિકલ્પ નહીં બચે.અને ફરીથી નવેસર થી જામીન અરજી માટે ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે.
આમ 11 મી સપ્ટેમ્બર ના રોજ પણ ચૈતર વસાવા ને નવી તારીખ મળે એવી શક્યતા દેખાઈ રહી છે.
REPOTER : :દીપક જગતાપ, રાજપીપલા





