વડાલી ખાતે આવેલ સંત શ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિરમાં હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટના સૌજન્યથી તાજેતરમાં દ્વિ-દિવસીય ઈન્સપાયર ટીચર્સ વર્કશોપ યોજાયો હતો. આ તાલીમમાં શાળાના આશરે 60 શિક્ષકોએ સક્રિય ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન શિક્ષકોને શિક્ષણ પદ્ધતિઓમાં નવી દ્રષ્ટિ, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ તથા આધુનિક કૌશલ્યો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ કાર્યક્રમથી શિક્ષકોને વ્યાવસાયિક વિકાસ સાથે આંતરિક પ્રેરણા અને મૂલ્યોના સંવર્ધનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું જણાવાયું. વર્કશોપના અંતે શાળાના આચાર્યશ્રીએ તથા સમગ્ર શિક્ષક મંડળીએ હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટ તેમજ જોડાયેલા તમામ ટ્રેનર્સ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ સફળ આયોજનમાં શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ તથા નરસિંહભાઈ દેસાઈ સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટનો વિશેષ સહયોગ રહ્યો હતો.


