SURAT : છપ્પન ભોગથી મીઠાઈ દુકાનો પર ભારે માંગ

0
95
meetarticle

સુરત શહેરના દરેક મંડપમાં એક દિવસ છપ્પન ભોગનો કાર્યક્રમ યોજાય છે જેમાં મીઠાઈથી લઇને ફરસાણ, ઠંડા પીણા અને વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. કેટલાક આયોજકો ખાસ 56 અલગ-અલગ મીઠાઈઓનો ભોગ ચઢાવે છે.

જેના કારણે મીઠાઈની દુકાનોમાં ભારે માંગ ઊભી થઈ છે.ભાગળ વિસ્તારના હલવાઈ વિશાલભાઈએ જણાવ્યું કે હવે ઘણા આયોજકો “પ્યોર મીઠાઈ”નો આગ્રહ રાખે છે.તેમના દ્વારા બનાવેલા ખાસ થાળમાં 56 જુદી-જુદી મીઠાઈઓ વાડકીઓમાં મૂકવામાં આવી છે. પ્રસાદ વિતરણ બાદ આ થાળનો ઉપયોગ 56 દીવાની આરતી માટે પણ થઈ શકે તેવી રીતે તેનું નિર્માણ કરાયું છે.આ થાળમાં અસલ સુરતી પંડા, ઘેવર, જાતજાતની બરફી, મોદક, લાડુ, માવા મીઠાઈ, કાજુ મીઠાઈ તથા મીઠા ખાજા જેવી મીઠાઈઓનો સમાવેશ કરાયો છે. હલવાઈ રાજેશભાઈએ જણાવ્યું કે, તેઓએ વિવિધ ફ્લેવરમાં મોદક બનાવ્યા છે અને છપ્પન ભોગમાં મોદકની સંખ્યા સૌથી વધુ છે. ઉપરાંત 50 ગ્રામથી લઇને પાંચ કિલો સુધીના વિશાળ મોદક પણ ભક્તોમાં આકર્ષણ પામી રહ્યા છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here