રાજપીપલામાં મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા ગણેશ વિસર્જન માં વરસાદી વિઘ્ન નડતા રંગમાં ભંગ પડ્યો હતો.ધોધમાર વરસતા વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યાં હતા જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

રાજપીપલા ધોધમાર વરસાદ મોડી સાંજે તૂટી પડતા ગણેશ પંડાલો સહીત નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા દોડધામ મચી જવા પામી હતી.જોકે ભક્તોની ભક્તિએ રંગ રાખ્યોહતો. ભારે વરસાદ ની ઐસી કી તૈસી ભક્તોએ કરી ભારે વરસાદ માં નાચ ગાન સાથે વિસર્જન યાત્રામાં જોડાઈ ગણેશજીપ્રત્યે ની ભક્તિ નો અનોખો રંગ જોવા મળ્યા હતા.

મોડી રાત સુધી ધોધમાર વરસતા વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યાં હતા.ગણેશ પ્રત્યે ની ભક્તિએ રંગ રાખ્યો હતોવરસતા વરસાદ માં પણ ભક્તોએ વિસર્જન યાત્રામાં જોડાયા હતા.

Reporter : દીપક જગતાપ, રાજપીપલા

