Wednesday, May 1, 2024
HomeHeroની નવી બાઇક લોન્ચ, 1 લિટર પેટ્રોલમાં ચાલશે 88km
Array

Heroની નવી બાઇક લોન્ચ, 1 લિટર પેટ્રોલમાં ચાલશે 88km

- Advertisement -

Hero MotoCorpએ પોતાની પૉપ્યુલર એન્ટ્રી લેવલ બાઇક HF Deluxeને નવા અવતારમાં લોન્ચ કરી છે. કંપનીએ નવી એચએફ ડિલક્સને IBS ફિચરથી સજ્જ કરીને બજારમાં લોન્ચ કરી છે. નવી Hero HF Deluxe IBS બાઇકની એક્સ શો રૂમની કિંમત 49,067 રૂપિયા રાખવામાં આવી છે.

નવી એચએફ ડિલક્સ કંપની i3S ટેક્નોલોજીની સાથે આવે છે. આ ટેક્નોલોજીની બાઇકની માઇલેજ સારી હોવાની સાથે એમિશન લેવલ ઓછું રહે છે. બાઇક i3S વગર પણ ઉપલબ્ધ છે. અપડેટ્સની વાત કરવામાં આવે તો IBS ઉપરાંત એચએફ ડિલક્સમાં મોટા ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. જેથી બ્રેક લગાવવા પર બાઇક તરત જ રોકાઇ જશે.

બ્રેકિંસ સિસ્ટમને ઉત્તમ બનાવવા ઉપરાંત નવી બાઇકના ઇનસ્ટ્રૂમેન્ટ કલસ્ટરમાં પણ અપડેટ કરવામાં આવ્યુ છે. જેમાં i3S ટેક્નિક માટે કલસ્ટરમાં બ્લૂ લાઇટ, સાઇડ સ્ટેન્ડ વોર્નિંગ લાઇટ અને એક ફ્યૂઅલ ગેજનો સમાવેશ થાય છે. નવી બાઇક નવા કલર ગ્રીન અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.

આ અપડેટ્સ સિવાય Heroની નવી બાઇકમાં બીજો કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં 97.2cc, સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યુ છે, જે 8.36bhpના પાવર અને 8.05Nm પીક જનરેટ કરે છે. બાઇકમાં 4 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યુ છે કંપનીએ દાવો કર્યો છે કે, એચએફ ડિલક્સ i3Sની માઇલેજ 88.24 કિલોમીટર પ્રતિ લિટર છે.

તમને જણાવી દઇએ કે, એચએફ ડિલક્સ હીરોને પહેલી બાઇક છે, જે 2019 માટે અપડેટ કરવામાં આવ્યુ છે. કંપની 1 એપ્રિલના લાગૂ થનારા નવા સેફ્ટી નોર્મ્સને ધ્યાનમાં રાખીને બાઇકને IBSથી લેસ કર્યુ છે. નવા નિયમના અનુસાર, 125ccથી ઓછા એન્જિન ક્ષમતાવાળા બાઇકમાં કોમ્બિ બ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular