HEALTH TIPS : સાઈલન્ટ કિલર ગણાય છે હાઈ બ્લડ પ્રેશર, 4 ભૂલ કરતાં બચવું જોઇએ આ લોકોએ

0
86
meetarticle

પ્રવાસ કરવો એ આનંદ અને મજા કરવાની વાત છે, પરંતુ ક્યારેક આ પ્રવાસ શરીર અને મન બંનેને થકવી નાખે છે. કારણ કે, જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય અને તે કન્ટ્રોલમાં ન હોય તો, તમારો પ્રવાસ ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલીકવાર બીપીના દર્દીઓ પોતાની દવાઓ સાથે રાખતા નથી, અથવા તેઓ ગમે ત્યાં કંઈ પણ ખાઈ લે છે, આ ઉપરાંત પ્રવાસ વગેરેનો થાક દર્દીની હાલત વધુ ખરાબ કરી નાખે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે મુસાફરી દરમિયાન હાઈ બ્લડ પ્રેશરને કેવી રીતે કન્ટ્રોલ કરવું તે જાણીએ.

દવા ન લેવાથી વધી શકે છે મુશ્કેલી

મુસાફરી દરમિયાન બ્લડ પ્રેશરની દવા છોડવી ખતરનાક છે. તેનાથી અચાનક બીપી વધી શકે છે. જેથી ચક્કર આવવા, બેહોશ થઈ જવુ, પડી જવુ તેમજ કેટલાક ગંભીર કિસ્સામાં બ્રેન હેમરેજ સુધી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે BP 200 MMhg થી ઉપર થઈ જાય છે.

વિમાનમાં પ્રવાસ દરમિયાન જોખમ વધુ

ફ્લાઈટમાં 6,000-8,000 ફૂટની ઊંચાઈએ ઓક્સિજનનું લેવલ ઘટે છે. તેનાથી શરીરમાં તણાવ વધે છે અને BP વધી શકે છે. જો ફ્લાઈટમાં વિલંબ જેવી પરિસ્થિતિ સર્જાય તો જોખમ વધી જાય છે.

હેલ્થ ચેકઅપ કેમ જરૂરી

હાઈ બ્લડ પ્રેશરને ‘સાયલન્ટ કિલર’ કહેવામાં આવે છે કારણ કે તેના લક્ષણો શરૂઆતના તબક્કામાં દેખાતા નથી. કેટલીકવાર જે લોકો પોતાની જાતને ફિટ માને છે, તેમનું BP ઊંચું જોવા મળે છે. તેથી, નિયમિત આરોગ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

લાઈફ સ્ટાઈલની અસર

ખોરાક, ઊંઘ અને તણાવ જેવા પરિબળો પણ BP ને અસર કરે છે. પ્રવાસ દરમિયાન આ બાબતો ખોટી પડે છે, તેથી અગાઉથી તબીબી આયોજન કરવું મહત્ત્વપૂર્ણ છે.

પ્રવાસ વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

BP દવા ક્યારેય ચૂકશો નહીં. BP નિયમિતપણે તપાસો. મુસાફરી દરમિયાન પણ પૂરતું પાણી પીઓ. સંતુલિત આહાર અને ઊંઘનું ધ્યાન રાખો.આ ધ્યાનમાં રાખો

મુસાફરીનો આનંદ માણો પણ તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. સમયસર દવા, ચેકઅપ અને સાચી માહિતી એ ગૂંચવણોથી બચવાની ચાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here