HIMATNAGAR : આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, 6 કિલો ગાંજાના જથ્થો એકની ધરપકડ

0
22
meetarticle

હિંમતનગર શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે.

દરોડામાં ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આવાસ યોજનાના એક મકાનમાં માદક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યા હતા. ઘરની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં સંતાડીને રાખેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 3,20,650 રૂપિયા જેટલી થાય છે.

એકની ધરપકડ, બે આરોપીઓ ફરાર

પોલીસે આ મામલે મકાનમાં હાજર શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં અન્ય સવાભાઈ અને ભરત નામના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS Act (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પોશીનાથી કોણે મોકલ્યો હતો અને હિંમતનગરમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here