‘પતિ પત્ની ઔર પંગા’ શોની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે કારણ કે આ શોમાં કપલ્સની ધમાલ ખૂબ જ રસપ્રદ અને પ્રેમાળ છે.
હાલમાં શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણે કે તે ખૂબ જ રમૂજી છે. શોમાં બોલીવુડના પતિ અને પત્ની આવેલા છે જેમાં પતિઓ પ્રેગનેન્ટ હોય એવું બતાવવામાં આવ્યું છે.
પત્નીઓ નહીં પતિઓ પ્રેગનેન્ટ!
‘પતિ પત્ની ઔર પંગા’શોના નવા વીડિયોમાં જોઈ શકાય છે કે પત્નીઓ નહીં પતિઓ પ્રેગનેન્ટ છે અને તેમની પરિક્ષા કરવામાં આવી છે. શોમાં પતિઓને એક ખાસ પડકાર આપવામાં આવ્યો છે. પત્નીઓએ આરામ કરવો પડશે અને પતિઓએ અંતિમ કસોટી આપવી પડશે. પ્રેગનેન્ટ બનવાનો પડકાર સુદેશ લાહિરી, અવિકા ગૌરના મંગેતર મિલિંદ ચંદવાની, ગીતા ફોગાટના પતિ પવન કુમાર અને હિના ખાનના પતિ રોકી જયસ્વાલને આપવામાં આવ્યો છે.
પતિ પત્ની ઔર પંગામાં પતિઓની જોરદાર કસોટી
તે બધાને ઘરના બધા કામ કરવા પડે છે જેમ કે રસોઈ બનાવવી, ઝાડુ મારવું અને નકલી બેબી બમ્પથી મોપિંગ કરવું. આ દરમિયાન મિલિંદ ચંદવાનીએ બાળકના પેટ પર લાત મારવાનો પણ નાટક કર્યું જે સાંભળીને અવિકા ગૌર ખૂબ હસવા લાગી હતી. આ બધા લોકો નકલી બેબી બમ્પ સાથે કામ કરતી વખતે ખૂબ જ રમુજી દેખાતા હતા. તેમને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, બધા પતિઓ પણ ચીસો પાડે છે.
હિના ખાન પતિને જોઈ હસવા લાગી
હિના ખાનના પતિ રોકી જયસ્વાલ બેબી બમ્પથી સૌથી વધુ પરેશાન જોવા મળ્યા. જ્યારે રોકી જયસ્વાલને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે ત્યારે તે સૌથી જોરથી ચીસો પાડે છે. રોકીની હાલત જોઈને હિના ખાન હસતા-હસતા કૂદવાનું શરૂ કરે છે. તે કહે છે કે, જુઓ એક સ્ત્રી કેટલી પીડા સહન કરે છે. હિના ખાન અને રોકી જયસ્વાલના લગ્ન 4 જૂન 2025ના રોજ થયા હતા. તેમના લગ્ને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હિના ખાન 2024થી સ્તન કેન્સરથી પીડિત છે અને આ જીવલેણ રોગની સારવાર દરમિયાન તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કર્યા હતા.


