હોળી એ રંગો, આનંદ અને સ્વાદિષ્ટ ભોજનનો તહેવાર છે. આ દિવસે ઘરોમાં વિવિધ પ્રકારની પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, અને સવારની શરૂઆત ખાસ નાસ્તાથી થાય છે. દેશી નાસ્તો ફક્ત પેટ જ ભરતો નથી પણ ઉત્સવના વાતાવરણમાં પણ વધારો કરે છે. હોળીની મજા ત્યારે જ આવે જ્યારે પેટ ભરેલું હોય! હોળી એ ઉર્જાનો તહેવાર છે, તેથી નાસ્તો એવો હોવો જોઈએ જે લાંબો સમય એનર્જી આપે અને સ્વાદિષ્ટ પણ હોય.
દહીં જલેબી : હોળીની સવારની શરૂઆત મીઠાઈથી કરવી શુભ માનવામાં આવે છે. ગરમા ગરમ અને ક્રિસ્પી જલેબી ઠંડા દહીં સાથે પીરસો. આ મિશ્રણ ખાસ કરીને ઉત્તર ભારતમાં લોકપ્રિય છે. લોટનું ખીરું બનાવો અને જલેબીને તળો, પછી તેને ખાંડની ચાસણીમાં બોળી રાખો. તાજા દહીં સાથે પીરસો.

સ્વાદિષ્ટ નાસ્તો : ગળ્યા પૌઆ અને બટાકા પૌઆ તમે હોળીમાં બ્રેકફાસ્ટમાં ટ્રાય કરી શકો છો. પૌઆ હલકા હોય છે અને તરત બની જાય છે. હોળીમાં સવારના નાસ્તામાં આ વાનગી લોકપ્રિય છે. જો તમે ચટાકેદાર અને મસાલેદાર ખાવા માગો છો તો મેથીના ગોટા કે ભજીયા અથવા બટાકાવડા પણ ટ્રાય કરી શકો છો. ગરમાગરમ ભજીયા ખાવાના શોખીનો માટે બેસ્ટ નાસ્તો છે.ગુજિયા સાથે ઠંડાઈ : હોળી અને ગુજિયાનો સંબંધ ઘણો જૂનો છે. નાસ્તામાં હળવા મીઠા ગુજિયા અને ઠંડા ઠંડાઈનો આનંદ માણી શકાય છે. ગુજિયામાં માવા, સૂકા ફળો અને નારિયેળ ભરો અને તેને તળો. બદામ, વરિયાળી અને કાળા મરીથી ઠંડાઈ બનાવો.
સોજી ખીર અને પુરી :જો તમારા ઘરે મહેમાનો આવવાના હોય, તો સોજીની ખીર અને ગરમા ગરમ પુરીઓ એક પરફેક્ટ ભારતીય નાસ્તો બનાવે છે. તેને બનાવવા માટે, સોજીને ઘીમાં શેકો, પછી ખાંડ અને પાણી ઉમેરીને ખીર બનાવો. ફૂલેલી પુરીઓને સાથે શેકો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
