ડભોઇના શિવશક્તિ સોસાયટીમાં આવેલ બાબા અમરનાથ મહાદેવ મંદિર ના 25 વર્ષ પૂર્ણ થતાં હોમાત્મક લગુરુદ્ર યોજાયોહાલ શ્રાવણમાં ચાલી રહ્યો છે દેવાધિદેવ મહાદેવને બીલીપત્ર, કમર કાકડી, શેરડીનો રસ,જળ સહિત ની ચીજ વસ્તુ મહાદેવને ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
ત્યારે ડભોઇના શિવ શક્તિ સોસાયટીમાં આવેલ શ્રી બાબા અમરનાથ મહાદેવના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા સોસાયટીના રહેશો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરાવ્યો હતો આ લઘુરુદ્રમાં સોસાયટીના 9 દંપતિઓએ લઘુદ્રમ પૂજન કરવાનો લાવો લીધો હતો. શિવ શક્તિ સોસાયટીના રહીશો વહેલી સવારથી જ હોમાત્મક લઘુરુદ્રમાં જોડાયા હતા. શિવ શક્તિ સોસાયટીના રહેશો દ્વારા સુંદર રીતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


