GUJARAT : વડગામ કોલેજના યજમાન પદે ઈન્ટર કોલેજ ‘જુડો’ સ્પર્ધા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ.

0
91
meetarticle

શ્રી યુ.એચ.ચૌધરી આર્ટ્સ, કોમર્સ અને એસ.આઇ કોલેજના યજમાનપદે તા. 26/08/25, મંગળવાર ના રોજ આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ અને સ્પર્ધા અધ્યક્ષ ડૉ. એલ.વી. ગોળની અધ્યક્ષતામાં ઇન્ટર કોલેજ ‘જુડો’ સ્પર્ધા એચ. એન. જી.
યુનિ. સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ ગઈ.જેમાં કોલેજના શા.શિ.ના પ્રા. અને સ્પર્ધા મંત્રી પ્રા. હાર્દિક એફ. ચૌધરી અને કોમર્સ કોલેજના પ્રિન્સિ. પ્રા.ડી. બી. જગાણિયા સહકારથી આ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય કરીને આ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ સ્પર્ધામાં 31 કોલેજના વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. ચિરાગ પટેલ, શા.શિ. પ્રા.ગણ અને કોચ મેનેજરોએ હાજરી આપી હતી.

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here