સ્વતંત્રતા પર્વનો 15મી ઓગષ્ટનો તહેવાર હવે નજીક છે ત્યારે એક સાચા ભારતીય તરીકે તિરંગાનું સન્માન જળવાઇ રહે તે માટે તમારે ધ્યાન રાખવું જોઇએ.
તિરંગાને ફોલ્ડ કરવાની સાચી પદ્ધતિ તથા સરકારે નક્કી કરેલા નિયમો મુજબ તિરંગો લહેરાવવો તે સહિતના ઘણા એવા નિયમો છે જેનું તમારે પાલન કરવું જ જોઇએ જાણીઓ લોે તિરંગો લહેરાવવા માટે તમારે શું કરવું જોઇએ
તિરંગો કઈ રીતે ફોલ્ડ કરશો? આ છે સાચી રીત
તિરંગાને સૌ પ્રથમ એક સરખો સમતલ કરો. ત્યાર બાદ ભગવા અને લીલા કલરનો ભાગ પકડી વચ્ચેના સફેદ ભાગ પર ફોલ્ડ કરો. ત્યારબાદ સફેદ ભાગને એવી રીતે ફોલ્ડ કરો કે વચ્ચેનું અશોક ચક્ર ભગવા અને લીલા ભાગ સાથે સ્પષ્ટ રીતે દેખાય. હવે આ ફોલ્ડ કરેલા તિરંગાને હથેળીમાં મુકીને તેને સાચવીને મુકો
રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઇ રહે તે માટે ફ્લેગ કોડ
ભારત સરકારે રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઇ રહે તે માટે ફ્લેગ કોડ બનાવ્યો છે અને તેનું પાલન કરીને જ રાષ્ટ્રધ્વજને સન્માન સાથે લહેરાવવો જોઇએ. તમે સ્કૂલ કે કોઇ પણ જાહેર સ્થળે કે તમારા ઘર પર જ્યારે તિરંગો લહેરાવો ત્યારે આ બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઇએ
15મી ઓગષ્ટ અને 26 જાન્યુઆરીએ અલગ અલગ રીતે ધ્વજ ફરકાવાય છે
સ્વતંત્રતા દિવસે સવારે જ તિરંગો ફરકાવવામાં આવે છે..સામાન્ય રીતે સુર્યોદય સમયથી લઇને 9 વાગ્યા સુધી તિરંગો લહેરાવામાં આવે છે. 15મી ઓગષ્ટે ધ્વજ નીચે બાંધવામાં આવે છે જેને રસ્સી થી ખેંચીને ઉપરની તરફ ખેંચવામાં આવે છે અને ફરી ખોલવામાં આવે છે. જેને ફહેરાવવો કે લહેરાવો કહેવામાં આવે છે. બીજી તરફ 26મી જાન્યુઆરીએ ધ્વજ પહેલાંથી જ ઉપર હોય છે અને તેનું ફક્ત ઉદ્ધાટન જ કરાય છે
તિરંગો ક્યારેય જમીન પર પડવો ના જોઇએ
એટલું ચોક્કસ ધ્યાન રાખવું જરુરી છે કે તિરંગો ક્યારેય જમીન પર પડવો ના જોઇએ અથવા તો જમીનને સ્પર્શ પણ ના કરતો હોવો જોઇએ. તેને ચોખ્ખો રાખી સન્માનજનક રીતે લહેરાવવો અને તેની સંભાળ રાખવી અતિ આવશ્યક છે. ગંદો અને ફાટેલો તિરંગાનો ઉપયોગ ક્યારેય ના કરતા
ધ્વજ ક્યાં સુધી લહેરાવી શકાય
ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ સામાન્ય નાગરીક પણ દિવસ રાત ઝંડો લહેરાવી શકે છે પણ શરત એ છે કે તેનું સન્માન જળવાયેલું હોઇ શકે અને તેની સારી સ્થિતી હોઇ શકે તિરંગો 3:2 નો જ હોવો જોઇએ અને તેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોવો જોઇએ. વચ્ચે વાદળી રંગનું 24 ચક્ર વાળું અશોક ચક્ર હોવું જોઇએ
ધ્વજ પર કોઇ ફોટો ના લગાવી શકો
તિરંગા પર ક્યારે કોઇ ફોટો, પ્રતિક કે ફુલ ચોંટાડી ના શકો. આ નિયમનું ઉલ્લંઘન ના કરતા અને જો કરશો તો દંડનીય અપરાધ પણ થઇ શકે છે
રાષ્ટ્રગીતનું સન્માન
જ્યારે પણ તિરંગો લહેરાવાય ત્યારે રાષ્ટ્રગીત ગવાય છે અને તે સમયે તમામે સાવધાનની મુદ્રામાં ઉભા રહેવું જોઇએ અને તિરંગાને સન્માન આપવું જોઇએ. ઉલ્લેખનિય છે કે 52 સેકન્ડમાં રાષ્ટ્રગીત પુરુ કરી દેવું જરુરી છે


