આંખોની નબળી રોશની માટે કોથમીર એક અસરકારક ઘરેલુ ઉપચાર છે. કોથમીરમાં વિટામિન સી, વિટામિન એ જેવા ઘણા પોષક તત્વો રહેલા છે.
ખોરાકનો સ્વાદ વધારતી લીલી કોથમીર વાળ અને ત્વચા માટે ફાયદાકરક છે. પોષકતત્વોથી ભરપૂર કોથમીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ તેને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવી તે મહિલાઓ માટે મોટો પડકાર છે.
કોથમીરની કેવી રીતે કરવી જાળવણી મહિલાઓ ચિંતિત
મહિલાઓ કાયમ શાકભાજી લે ત્યારે આ વસ્તુ વગર તેની ખરીદી પૂર્ણ થતી નથી. કાયમ શાકભાજી લીધા બાદ મસાલામાં લેવાતી કોથમીરની સાચવણી બહુ મુશ્કેલ છે. કારણ કે વ્યસ્તતાના લીધે દરરોજ શાકની ખરીદી થઈ શકતી નથી.
એટલે મહિલાઓ મોટાભાગે ઘરમાં ફ્રિજની અંદર તમામ શાકભાજી થોડા દિવસ સુધી સ્ટોર કરતી હોય છે. આવી સ્થિતિમાં લીલા પાંદડાની આ કોથમીરની જાળવણી કેવી રીતે કરવી તેની અમે તમને કેટલીક ટીપ્સ આપીશું. આ ટીપના ઉપયોગથી તમે કોથમીર લાંબા સમય સુધી સાચવી શકશો. અને ગમે ત્યારે વાનગી બનાવવા ઉપયોગમાં પણ લઈ શકશો.
લાંબા સમય સુધી સાચવી શકશો કોથમીર
ભારતીય રસોડામાં કોથમીર અવશ્ય હોય છે. આ સરળ પદ્ધતિ દ્વારા તમે કોથમીરને ફ્રેશ રાખી શકશો. આ માટે તમે કોથમીરને ધોઈને સૂકવી લો . પછી એક કોરા કપડાથી તેને લૂછી લો. સંપૂર્ણપણે કોથમીરમાંથી પાણી નીકળી જાય એટલે તેને એરટાઈટ વાસણમાં રાખો. અને પછી આ વાસણને ફ્રિજમાં મૂકી દો. જયારે જરૂર પડે ત્યારે બહાર કાઢી તેનો ઉપયોગ કરી શકો છો.
ફ્રિજમાં એરટાઈટ વાસણમાં મૂકો
આ ઉપરાંત કોથમીરને નાના ટુકડામાં કાપીને એરટાઈટ વાસણમાં મૂકી તેના ઉપર થોડો બરફ ઉમેરી તેને ફ્રિજમાં રાખી શકો છો. અન્ય એક ટીપ્સમાં તમે કોથમીરના મૂળને એક ગ્લાસ પાણીમાં ડુબાડીને ફ્રીજમાં રાખો. આનાથી ધાણા ઘણા દિવસો સુધી કોથમીર તાજી રહેશે. આ સિવાય કોથમીરને ભીના કાગળના ટુવાલમાં લપેટીને રેફ્રિજરેટરમાં એરટાઈટ વાસણમાં સ્ટોર કરી શકો છો. આમ કરવાથી, કોથમીરમાં ભેજ જળવાઈ રહેશે. આ ટિપ્સ દ્વારા તમે લાંબા સમય સુધી કોથમીરને સાચવી શકશો.


