HYDERABAD : 21 વર્ષીય યૂટ્યૂબરનું શંકાસ્પદ મોત, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ

0
13
meetarticle

હૈદરાબાદના મણિકોંડામાં 21 વર્ષીય યૂટ્યૂબરનું શંકાસ્પદ મોત થયું હોવાનો કેસ સામે આવ્યો છે. મૃતકનું નામ બોનૂ કોમાલી છે, તેનો મૃતદેહ ભાડાના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે શંકાસ્પદ મોતનો કેસ દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.

રાયદુર્ગમ પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે બોનુ કોમાલીની માતા, જે કુવૈતમાં કામ કરે છે, તેને સવારે એક ટેક્સ્ટ મેસેજ મળ્યો. આ મેસેજમાં કોમાલીએ પોતાની માતા માટે પ્રેમ અને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ માતાએ તેને ઘણી વખત ફોન કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં અને તેને ચિંતા થઈ. તેમને હૈદરાબાદમાં પોતાના સંબંધીઓને જાણકારી આપી.

ત્યારબાદ સંબંધીઓ જ્યારે મણિકોંડા સ્થિત ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર પહોંચી તો કોમાલીનો મૃતદેહ મળ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે. શંકાસ્પદ મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોનુ કોમાલી મૂળ વિશાખાપટ્ટનમની રહેવાસી હતી, તે હૈદરાબાદમાં સાયન્સ ગ્રેજ્યુએશન કરી રહી હતી. ભણવાની સાથે યૂટ્યૂબ પર પણ એક્ટિવ હતી. લાઈફસ્ટાઈલથી જોડાયેલું કન્ટેન્ટ પોસ્ટ કરતી હતી.

સોશિયલ મીડિયા પર તેમની સારી હાજરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ સંકેત મળી રહ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાથી તે ભાવનાત્મક તણાવમાંથી પસાર થઈ રહી હતી. જો કે પોલીસનું કહેવું છે કે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ તથ્યોની પુષ્ટી કરવામાં આવશે. તપાસ હેઠળ પોલીસ તેમના મોબાઈલ ફોનનો ડેટા, કોલ રેકોર્ડ અને સોશિયલ મીડિયા પર ગતિવિધિ શોધી રહી છે. મિત્રો અને સંબંધીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની પાછળની પરિસ્થિતિઓને સમજી શકાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here