NATIONAL : આઈ સી આઈ સી આઈ એ વધારીને 50000 રુપિયા કર્યું મિનિમમ બેલેન્સ, જાણો સેવિંગ્સ એકાઉન્ટ પર અન્ય બેંકોની શું છે શરતો

0
54
meetarticle

મોટાભાગની સરકારી બેંકોએ બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ મર્યાદા નાબૂદ કરી છે. પહેલા ચોક્કસ રકમ રાખવી ફરજિયાત હતી, પરંતુ હવે ગ્રાહકો આ ઝંઝટમાંથી મુક્ત થયા છે.

તાજેતરમાં મોટાભાગની સરકારી બેંકોએ બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ મર્યાદા નાબૂદ કરી છે. પહેલા ચોક્કસ રકમ રાખવી ફરજિયાત હતી, પરંતુ હવે ગ્રાહકો આ ઝંઝટમાંથી મુક્ત થયા છે. જોકે, ઘણી સરકારી બેંકોમાં આ શરતો હજુ પણ લાગુ પડે છે. આવી સ્થિતિમાં જો તમે બેંકમાં ખાતું ખોલવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે કોઈપણ બેંકમાં ખાતું ખોલતા પહેલા તેમાં રાખવામાં આવતું  મિનિમમ બેલેન્સ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કઈ બેંકોના નિયમો શું છે

ખાનગી ક્ષેત્રની મોટી બેંકોમાંની એક, ICICI બેંકે બચત ખાતા ધારકો માટે લઘુત્તમ બેલેન્સની શરતોમાં ફેરફાર કર્યો છે અને મોટા શહેરોની શાખાઓ માટે આ મર્યાદા 50,000 રૂપિયા કરી છે, જે પહેલા 10,000 રૂપિયા હતી. તેવી જ રીતે, અર્ધ-શહેરી શાખાઓમાં લઘુત્તમ બેલેન્સ 25,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જે પહેલા 5,000 રૂપિયા હતું, જ્યારે ગ્રામીણ શાખાઓમાં તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે, જે પહેલા 2,500 રૂપિયા હતું. આ નિયમ 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે.

વાસ્તવમાં, દરેક બેંકે પોતાના હિસાબે લઘુત્તમ બેલેન્સ નક્કી કર્યું છે. આ રકમ તમારે તમારા ખાતામાં રાખવાની હોય છે, અને જો એક મહિનામાં બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય છે, તો બેંક ગ્રાહકોને દંડ ફટકારે છે. અગાઉ, મોટાભાગની સરકારી બેંકોમાં શહેરી વિસ્તારો માટે લઘુત્તમ રકમ 1,000 થી 4,000  રૂપિયા સુધી નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોએ બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરત નાબૂદ કરી દીધી છે.

જોકે, આ શરત હજુ પણ ખાનગી બેંકોમાં લાગુ છે. HDFC અને કોટક મહિન્દ્રા બેંકમાં બચત ખાતાનું લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા, બંધન બેંકમાં 5,000 રૂપિયા અને એક્સિસ બેંકમાં 12,000  રૂપિયા છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI એ 5 વર્ષ પહેલા લઘુત્તમ સરેરાશ બેલેન્સનો નિયમ નાબૂદ કર્યો હતો. આનો અર્થ એ થયો કે સ્ટેટ બેંકના ગ્રાહકો કોઈપણ ચિંતા વગર તેમની જરૂરિયાત મુજબ તેમના ખાતામાં પૈસા રાખી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here