રાજ્યમાં શ્રાવણ મહિનામાં ફૂડ-ડ્રગ વિભાગની ડ્રાઈવ કરવામાં આવી હતી. ફૂડ અને ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે વિભાગની ટીમ દ્વારા રાજ્યભરમાં યોજાયેલ ડ્રાઈવમાં 800થી વધુ નમૂના લઈ તમામ નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. અને 1.5 ટનથી વધુ જથ્થો નાશ કરાયો.
કાયદાનો લાભ લઈ વેપારી કરે છે ભેળસેળ
ફૂડ અને ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ સી એન 24 ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે લોકોમાં જે વસ્તુની ડિમાન્ડ વધે એટલે વેપારીઓ નફો કમાવવા તેમાં ભેળસેળ કરતા હોય છે. લોકો કાયદાની છટકબારીનો લાભ લઈ સ્થળાંતર કરી ભેળસેળનો વેપાર કરે છે. તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે બનાસકાંઠમાં ઘી બનાવનાર વ્યક્તિની ચોરી પકડાતા તેને દંડ થયો એટલે ત્યાંથી બંધ કરી પાટણમાં ધંધો કરવા લાગ્યો અને ત્યાં પકડાતા તે દક્ષિણ ગુજરાતમાં ધંધો કરવા પહોંચી ગયો. આમ, લોકો ખોટા કાયદાનો લાભ લઈ છૂટી જાય છે.
લોકોમાં જાગૃકતા વધતા ભેળસેળ થઈ ઓછી
અને એટલે જ રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. લોકોના સૂચનોના આધારે સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમારી ટીમ દ્વારા રાજ્યભરમાંથી 800થી વધુ નમૂના લેવાયા, 500થી વધુ ઇન્સ્પેકશન કર્યું અને 1.5ટનથી વધુ જથ્થો નાશ કર્યો. જો કે આજકાલ લોકોમાં ફૂડને લઈને જાગૃકતા વધી છે એટલે પહેલા કરતાં વેપારીઓ ઓછી ભેળસેળ કરે છે.
ફૂડ વિભાગની ડ્રાઈવ
શ્રાવણ મહિનામાં શિવ ભગવાનની પૂજા અર્ચનનું મહત્વ છે. અનેક લોકો આ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં ફરાળી ભોજનમાં સાબુદાણાની ખીચડી, મોરૈયો અને બફવડાનું બજારમાં પણ ધૂમ વેચાણ થતું હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં વધતી બીમારીને લઈને રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાઈવ હાથ ધરી ખાદ્યપદાર્થના નૂમના લઈ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરી.


