VADODARA : સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુનો અવતરણ દિવસ ભક્તિ ભજનને ભોજનના ત્રિવેણી સંગમ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરી ભક્તિ અને શ્રદ્ધાથી ભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો

0
66
meetarticle

સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ નો અવતરણ દિવસ ભક્તિ ભજન ને ભોજન ના ત્રિવેણી સંગમ સાથે સેવાકીય પ્રવૃતિઓ કરી ભક્તિ અને શ્રદ્ધાથી ભક્તો દ્વારા ઉજવવામાં આવ્યો ડભોઇ તાલુકાના ચનવાડા ગામે આવેલ શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડાધામ આશ્રમ ના મહંત શ્રી સમર્થ સદગુરુ પરમ પૂજ્ય શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ નો આજે અવતરણ દિવસ હોય ભાવિક ભક્તો દ્વારા ભક્તિમય માહોલમાં શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો

ડભોઇ રેફરલ હોસ્પિટલ અને આજુબાજુની બીજી મોટી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને દૂધ અને ફ્રુટ આશ્રમના લઘુ મહંત શ્રી માન સરોવરબાપુ દ્વારા વિતરણ કરવામાં આવ્યું મૂંગા પશુ-પક્ષી ઓને ઘાસ તેમજ ચણ બાપુ દ્વારા ખવડાવવામાં આવ્યું સવારથી જ આશ્રમ ખાતે ભક્તોનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો ભક્તો દ્વારા પૂજ્ય શ્રી દાદુરામ બાપુ ના ચરણ પખાડી પુષ્પમાળા અર્પણ કરી પૂજન અર્ચન કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા

પુંજ્ય મસ્ત દાદુરામ બાપુ ના અવતરણ દિવસ ને લઈ આશ્રમ ખાતે સવારથી જ ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here