ડભોઈના તરસાણા ગામનો બનાવ તું આ ખેતરમાં કેમ આવે છે તેમ કહી ડાંગ વડે હુમલો કર્યો ડભોઇ તાલુકાના તરસાણા ગામે તું આ ખેતરમાં કેમ આવે છે કહી ડાંગ વડે હુમલો કરનાર બે સિંધી સામે ફરિયાદ નોંધાવાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈના પાંજરીગર મહોલ્લામાં રહેતા હું ૬૦ વર્ષના ખેડૂત હુસેન ઈબ્રાહીમ ખેતવાલા ૧૩મી તારીખે બપોરે ૧૨:૩૦ વાગ્યે તાલુકાના તરસાણા ગામે આવેલા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા.
તે સમયે ડભોઇ તાલુકાના સિંધિયા પુરા ગામના ઈસ્માઈલ હસન સિંધી અને ઈસ્માઈલ નીજાભાઈ સિંધી તેમની પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તું આ ખેતરમાં કેમ આવે છે તારે આ ખેતરમાં આવવાનું નહીં. કેમ પૂછતા હુસેનભાઈ પર ઈસ્માઈલભાઈએ ડાંગ ઉગામી હતી તેને રોકવા આડો હાથ કર્યો હતો ત્યારે હાથમાં ફેક્ચર થયું હતું બાદ ઈસ્માઈલ હસને પણ ડાંગ ફટકારી માર માર્યો હતો અને કહ્યું હતું કે ફરીવાર તું આ ખેતરમાં આવીશ તો તને વધુ માર મારીશું, તેવી ધમકી આપી નાસી ગયા હોવાથી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

