HEALTH TIPS : ડાયટમાં સામેલ કરો આ છ વેજિટેરિયન ફૂડ, વજનમાં થશે ઘટાડો

0
122
meetarticle

આજકાલ લોકો કસરત કરતાં નથી. અનહેલ્ધી ભોજન જમે છે. દરમિયાન ભોજનથી જે કેલેરી બને છે, તે ખર્ચ થતી નથી. પરિણામે લોકોના શરીરમાં ચરબી વધવા લાગે છે. આમ તો આ તકલીફ જલ્દી ખતમ થતી નથી પરંતુ કસરતની સાથે અમુક વેજિટેરિયન ફૂડ પેટની ચરબીને ઓગાળવા માટે કારગર સાબિત થઈ શકે છે.

નોન-સ્ટાર્ચી વેજિટેબલ

વજન ઘટાડવા માટે નોન સ્ટાર્ચી વેજિટેબલમાં બ્રોકોલી, શિમલા મિર્ચ, ફુલાવર, તુરિયા, મશરૂમ, ટામેટાં, રીંગણ, ગાજર, અજમાનું શાક, કાકડી વગેરેનું સેવન કરી શકો છો. આ ફૂડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ ખૂબ ઓછું હોય છે. જેનાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળી શકે છે.

સ્ટાર્ચી વેજિટેબલ

જો તમારા પેટમાં ચરબી વધી ગઈ છે તો અમુક વસ્તુઓને ડાયટમાં જરૂર સામેલ કરવી જોઈએ. જેમાં વટાણા, બટાકા, મકાઈ અને વિન્ટર સ્ક્વોશ સ્ટાર્ચી વેજીટેબલનું સેવન વધુ લાભદાયી છે. દરમિયાન જો તમે ચરબીને ઓગાળવા માગો છો તો આ ફૂડનું સેવન કરી શકો છો.

ફળ

સ્થૂળતા ઘટાડવામાં અમુક ફળ પણ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે તમે બેરી, જાંબુ, સંતરા, સફરજન, કેળા, દ્રાક્ષ, સાઈટ્રસ, કીવી, કેરી વગેરેને સામેલ કરી શકો છો. તેના સેવનથી સારું પરિણામ મળી શકે છે.

કઠોળ

પેટની ચરબી ઘટાડવામાં કઠોળ ખૂબ કારગર હોય છે. આવી શાકભાજીમાં પ્રોટીન વધુ પ્રમાણમાં અને ફેટ, કાર્બોહાઈડ્રેટ ખૂબ ઓછું હોય છે. દરમિયાન તમે મસૂરની દાળ, રાજમા વગેરે સામેલ કરી શકો છો.

નટ્સ-બીજ

જો તમે ઈચ્છો છો કે સ્થૂળતા ઘટાડવાની સાથે આરોગ્યપ્રદ રહો તો નટ્સ અને સીડ્સનું સેવન જરૂર કરવું જોઈએ. આ માટે તમે બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, સૂર્યમુખીના બીજ, ચિયા સીડ્સ, નટ બટર વગેરેને સામેલ કરી શકો છો.

પાણી અને અન્ય આરોગ્યપ્રદ પીણાં

વજન ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સિવાય ફ્રૂટ ઈન્ફ્યૂઝ્ડ વોટર અને સાદી કોફી અને ચા પણ વજન ઘટાડવામાં કારગર છે. આ સિવાય તમે ક્વિનોઆ, બ્રાઉન રાઈસ, બાજરી, જવ જેવા આખા અનાજ પણ ખાઈ શકો છો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here