અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે(22 ફેબ્રુઆરી) રમાવા જઈ રહ્યો છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો 2024ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટ્યાં છે. આ રોમાંચક મુકાબલો નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતીય ટીમના ફેન્સ બ્લૂ જર્સી અને ભારતીય ઝંડા લહેરાવતા નજરે પડી રહ્યા છે.
