ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિક લગાવ્યો છે. ખાસ વાત તો એ છે કે 25 ટકા ટેરિફ અગાઉ લાગુ થઈ ચૂક્યો છે અને 28 ઓગસ્ટથી વધુ 25 ટેરિફ ભારત પર લાગુ થઈ જશે. ત્યારે ભારતના વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતો માટે અમે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ.
હવે ભારતે ટ્રમ્પના ટેરિફને ફેલ કરવા માટે નવું પ્લાનિંગ શરૂ કરી દીધું છે.
ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે
ભારત 50 દેશની સાથે મળીને એવું પ્લાનિંગ કરવામાં લાગ્યું છે, જેનાથી ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે. સરકાર દેશની નિકાસને ગતિ આપવા માટે ઘણા ઉપાયો પર કામ કરી રહી છે. જેમાં પશ્ચિમ એશિયા અને આફ્રિકા જેવા વિસ્તારના 50 દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તે દેશમાં ભારતની કૂલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો જાય છે. અધિકારીએ કહ્યું કે મંત્રાલય દરેક ઉત્પાદન પર નજીકથી કામ કરી રહ્યું છે.
યુરોપ અને યૂકે સાથે કરી ડિલ
બીજી તરફ ભારતે તાજેત્તરમાં જ યૂકેની સાથે ફ્રી ટ્રેડ ડિલ કરી છે. જેનાથી ભારતની નિકાસમાં વધારો થઈ શકે છે. યુકે અને ભારતની વચ્ચે થયેલા FTAથી બંને દેશોની વચ્ચેનો ટ્રેડ 120 બિલિયન ડોલર સુધી વધી શકે છે. ત્યારે બીજી તરફ યૂરોપની સાથે પણ ભારતની ટ્રેડ ડિલ લગભગ પુરી થઈ ચૂકી છે. આઈસલેન્ડ, લિકટેસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સહિત EFTA ગ્રુપથી 15 વર્ષમાં 100 અરબ અમેરિકી ડોલરના રોકાણની ડિલ મળી છે. આ ડિલ ઓક્ટોબરથી લાગુ થવાની આશા છે. એટલે કે ભારતને જે નુકસાન અમેરિકાથી થવાની આશા છે, તે યુકે અને યુરોપ સિવાય દુનિયાના 50 દેશ સાથે થનારી ટ્રેડ ડીલથી પુરૂ થઈ શકે છે.
અગાઉ 20 દેશ પર હતું ફોક્સ
વાણિજ્ય મંત્રાલય પહેલા 20 દેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું અને હવે આ રણનીતિમાં વધુ 30 દેશને સામેલ કરવામાં આવ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓની વચ્ચે ભારતની નિકાસ જૂનમાં 35.14 અરબ અમેરિકી ડોલર પર સ્થિર રહ્યું. જ્યારે મહિનાના અંતમાં વેપાર નુકસાન ચાર મહિનાના નીચલા સ્તર 18.78 અરબ અમેરિકી ડોલર પર આવી ગયું. નિકાસ એપ્રિલ-જૂન 2025-26 દરમિયાન 1.92 ટકા વધીને 112.17 અરબ અમેરિકી ડોલર રહી, જ્યારે આયાત 4.24 ટકા વધીને 179.44 અરબ અમેરિકી ડોલર થઈ ગઈ.


