NATIONAL : અમેરિકી ટેરિફની અસર ઓછી કરવા માટે ભારત આગામી મહિને રજૂ કરશે યોજના, જાણો શું છે મિશન?

0
59
meetarticle

અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. ભારત ટ્રમ્પ ટેરિફ સામે લડત આપવા માટે વિવિધ યોજના બનાવી રહ્યુ છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે 20,000 કરોડના એક્સપોર્ટ મિશનની તૈયારીઓ શરુ કરી છે. 7 ઓગષ્ટથી અમેરિકાએ ભારતના સામાન પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા પર દબાણ સર્જવા માટે અમેરિકાએ ભારત પર ટેરિફ બોમ્બ ફેંક્યો છે.

મિશનની યોજના અને સંચાલન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, જો ભારત રશિયા સાથે સંબંધો જાળવી રાખશે તો અમેરિકા તેના પર વધુ ટેરિફ લગાવશે. તો આ તરફ ભારત પણ પોતાના મિશન પર કામ કરી રહ્યુ છે. ભારત પોતાના આયાત-નિકાસના વેપારને બચાવવા માટે આગામી મહિને યોજના રજૂ કરશે. અમેરિકાના પ્રભાવને ઓછુ કરવા માટે ભારત તમામ પ્રયત્ન કરી રહ્યુ છે. ભારત આગામી મહિને એટલે સપ્ટેમ્બરમાં એક યોજના રજૂ કરશે. જેના દ્વારા 20,000 કરોડના વેપાર મિશનથી આયાતકારને સમર્થન મળશે. આ યોજના દ્વારા ભારતના આયાતકાર ભારે ટેરિફથી બચી શકશે. આ ઉપરાંત વિદેશી બજારોમાં ગેરકાયદે બાધાઓને પણ અવગણી શકાશે.

સ્થાનિક બ્રાન્ડ બનાવવા પ્રોત્સાહન

આ યોજના જાપાન, કોરિયા અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશની જેમ ભારતની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવામાં મદદ કરશે. આ યોજના હેઠળ ઇ-કોર્મસ હબ બનાવવામાં આવશે. અને જિલ્લાઓને નિકાસ કેન્દ્રમાં બદલવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નિકાસકારોને આગ્રહ કરી રહ્યુ છે કે, સ્થાનિક બ્રાન્ડ બનાવો અને તેનો પ્રચાર કરો. જેના કારણે ભારતીય બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે. અને ટેરિફનો અસર પણ ઓછો થશે. આ મિશન વાણિજ્ય, MSME, નાણાં મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here